અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે આજે રથયાત્રા માટેના નવા રથનું રિહર્સલ કરાયુ હતુ, ખાસ વાત છે કે, ૭૨ વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજશે. અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં આ વખતે નવા રથ જાેવા મળશે. આજે આ માટે રથનું સેમી રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. ૭૨ વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન અપાશે. જુના રથ અને નવા રથમાં ફરક કલરનો છે, પુરીના રથમાં વપરાતા કલર અને પેટર્ન આ વખતે નવા રથમાં કરવામાં આવ્યા છે. રથ ટર્ન લઈ શકે છે કે નઈ તેને લઈને આજે રથનું ચેકીંગ કરવામા આવ્યુ હતુ. ત્રણેય રથ સંપૂર્ણ થઈ જશે પછી ગ્રાન્ડ ટ્રાયલ કરાશે. ત્યાર બાદ રોડ પર લાવીને ગ્રાન્ડ રિહર્સલ ટ્રાયલ પણ કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત ૧૮૭૮માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. ૨૦૨૩ માં ૧૪૬મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ છે. રથ નિર્માણ માટે સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે.
ભગવાનના નવા રથ ૮૦ વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજીત ચાર મહિના જેટલો સમય લાગશે. ૫ કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જૂના રથ કરતા નવા રથમાં થોડો ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે સાધના લાકડાના તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રચનામાં થોડો ફેરફાર કરાયો છે, નવા રથ એકવાર બન્યા પછી ૮૦ વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે. ત્રણે રથની થીમ કેવી રહેશે તે જાણવા માટે લોકો ઉત્સાહશે ત્યારે પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે અને રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભગવાનના રથ બનાવવા માટે ૪૦૦ ઘનફૂટ જેટલું સાગનું જ્યારે ૧૫૦ ઘનફૂટ સીસમનું લાકડું ઉપયોગમાં લેવાશે. રથના પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ થાય છે. જે સખત અને ટકાઉ હોય છે. જાેકે તમામ લોકોને એ પણ સવાલ ઉદભવે કે જૂના રથનું શું કરવામાં આવશે ? તેને લઈને દિલીપદાસજી મહારાજે કહ્યું કે તે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.