ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ હાલ ફેસબૂકના ડેટા લીક મામલે ચર્ચામાં છે. તેણે પોતાની ભૂલ સ્વીકારી અને પ્રાઇવસી પર વધારે ધ્યાન આપવાનું વચન આપ્યુ છે. હજૂ તો આ બાબત શમી નથી ત્યારે એક નવા જ કારણને લીધે ઝુકરબર્ગ ફરી ચર્ચામાં આવ્યો છે.
ઝુકરબર્ગની સેલેરી ભલે 1 ડોલર હોય પરંતુ કંપનીની સુરક્ષા માટે તેણે પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો છે અને તેના માટે ફેસબૂકે 8.9 મિલીયન ડોલરનો ખર્ચ પણ કર્યો છે. જ્યારે ઝુકરબર્ગ માટે પ્રાઇવેટ જેટ અને પ્રસનલ સિક્યોરિટી માટે અનુક્રમે 7.3 મિલીયન ડોલર અને 1.5 મિલીયન ડોલર ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. 2016માં તેણે પોતાની સિક્યોરિટી માટે 4.9 મિલીયન ડોલરનો ખર્ચ કર્યો હતો.
માર્ક ઝુકરબર્ગ પોતાની કંપનીની દરેક ભૂલ માટે પોતાને જવાબદાર ગણે છે. ફેસબૂક થકી થયેલી દરેક ભૂલ તેની નિષ્ફળતા છે તેવુ માર્ક ગણે છે.