ચંડીગઢના સેક્ટર-૧માં પંજાબ સશસ્ત્ર પોલીસ ફોર્સની ૮૨મી બટાલિયનના જીઓ મેસની બહાર રાખવામાં આવેલી ત્રણ ફુટ લાંબી અને ૩ ક્વિંટલ વજન ધરાવતી હેરીટેજ તોપ ગાયબ થઈ ગઈ છે. કહેવાય છે કે, આ તોપ ૧૫ દિવસ પહેલા તો હતી, પણ હવે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે. સૂત્રોનું કહેવું છે કે, તોપ પોતાના નિર્ધારિત સ્થાનથી ગાયબ થઈ હતી. તેમણે તરત ૮૨ બટાલિયનના કમાંડેંટ બલવિંદર સિંહને તેના વિશે સૂચના આપી. સિંહે સૂચના મળતા જ સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી.
જાણકારી અનુસાર, આ તોપ સાધારણ પીતળની નહોતી. તેને બનાવવા માટે અન્ય કિંમતી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીં પંજાબ પોલીસની સૌથી મૂલ્યવાન સંપત્તિમાંથી એક હતી. લગભગ દોઢ વર્ષ પહેલા આ તોપને ૮૨મી બટાલિયનના સ્ટોર રુમમાં શિફ્ટ કરવામાં આવી હતી. બાદમાં તેને જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવી હતી.ઈંડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવાયું છે કે, જે વિસ્તારમાં તોપ રાખવામાં આવી હતી. ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા. વિસ્તારમાં કલાક પોલીસનું પેટ્રોલિંગ રહે છે. પણ તેમાંથી કોઈએ તોપ ગુમ થવાનું ધ્યાનમાં ન આવ્યું. ફરિયાદમાં કહેવાયું છે કે, ચોરી ૫ મેની રાત અથવા ૬ મેની સવારે થઈ હશે. સંપર્ક કરતા પંજાબ સશસ્ત્ર પોલીસના ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરે કહ્યું કે, આ મામલાની જાણકારી માટે મહેરબાની કરીને ૮૨ બટાલિયન કમાડેંટ બલવિંદર સિંહનો સંપર્ક કરો. રિપોર્ટમાં કહેવાયું છે કે, કમાંડેંટ બલવિંદર સિંહે મીડિયાને આ ઘટનાને ચોરીનો મુદ્દો નથી બનાવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલામાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે. ટૂંક સમયમાં તોપની શોધ કરી લેવામાં આવશે. જો કે તેમણે પોતાની ફરિયાદમાં આ તોપ ચોરી થઈ હોવાનું સ્વીકાર્યું છે.