રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ ૧૯ મે ૨૦૨૩ના રોજ એક ચોંકાવનારો ર્નિણય લીધો હતો. કેન્દ્રીય બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવાની ઘોષણા કરી છે. તો વળી આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીનું માનવું છે કે, દેશમાં ૫૦૦ રૂપિયાથી મોટો નોટની કોઈ જરુર નથી. શનિવારે આર ગાંધીએ કહ્યું કે, જેવી રીતે ડિજિટલ ટ્રાંજેક્શન વધી રહ્યું છે, મને લાગે છે કે, હાઈ વેલ્યૂવાળી કોઈ નોટની જરુર નથી.
ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધવા અને લોઅર ઈન્ફ્લેશનનો મતલબ છે કે, ઉચ્ચ મૂલ્યવાળી ચલણી નોટની હવે જરુર નથી. ગાંધીએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધી આરબીઆઈમાં ડેપ્યુટી ગવર્નર તરીકેમાં કરન્સી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળી છે. તેમણે સ્વીકાર કર્યો કે, ૨૦૦૦ રૂપિયાની નોટની શરુઆત ડિમોનેટાઈઝેશનના સિદ્ધાંત વિરુદ્ધ હતી.