ભારતીય વાયુ સેનાએ એક મોટો ર્નિણય લીધો છે. તેમાં સ્ૈય્-૨૧ ફાઈટર એરક્રાફ્ટની ઉડાન પર રોક લગાવી દીધી છે. આ રોક ત્યાં સુધી ચાલું રહેશે, જ્યાં સુધી તપાસ ન થઈ જાય. હકીકતમાં જોઈએ તો, આ મહિનાની શરુઆતમાં રાજસ્થાનમાં એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. જે બાદ સવાલો ઊભા થઈ રહ્યા હતા. ૮ મેના રોજ સ્થાનના હનુમાનગઢમાં એક ગામમાં મિગ-૨૧ વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર, વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી તપાસ પુરી ન થઈ જાય ત્યાં સુધી ક્રેશ થવાનું કારણ જાણી શકાશે નહીં, ત્યાં સુધી મિગ-૨૧ની ઉડાન પર રોક લગાવી દીધી છે.
હકીકતમાં જોઈએ તો, મિગ- ૨૧ વિમાન વેરિએંટને ભારતીય વાયુસેનામાં પાંચ દાયકા પહેલા સામેલ કરવાનું શરુ કર્યું હતું અને તે તબક્કાવાર રીતે સમાપ્ત થવાની અણીએ પહોંચી ગયું છે. રક્ષા અધિકારીઓનું કહેવું છે કે, ભારતીય વાયુસેનામાં ફક્ત ત્રણ મિગ-૨૧ સ્કાડ્રન કામ કરી રહ્યા છે અને તે તમામને ૨૦૨૫ની શરુઆતમાં તબક્કાવાર રીતે હટાવી દેવામાં આવશે. રાજસ્થાનમાં ક્રેશ થયેલ ફાઈટર જેટ એક નિયમિત ટ્રેનિંગ શોર્ટી પર હતું. આ દુર્ઘટનામાં પાયલટને મામૂલી ઈજા થઈ હતી. ફાઈટર પ્લેન ક્રેશ થતાં તેની તપાસ થઈ રહી છે અને તેની પાછળના કારણો શોધવાની મથામણ ચાલી રહી છે.