અમદાવાદમાં ‘દબાણ હટાઓ’ અભિયાન, ક્યા વિસ્તારમાંથી દબાણો કરાયા દુર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદમાં મેગા ડિમૉલેશન ડ્રાઇવ કરવામાં આવી રહી છે, આજે અમદાવાદની સીટી એરિયામાં તંત્ર દ્વારા ગેરકાયદે દબાણોને દુર કરવાની કામગીરી શરૂ કરાઇ હતી, જેમાં સીએમના મતવિસ્તારને પણ આવરી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના વિસ્તારો બાદ ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં પણ દબાણો હટાવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી.  મેગા ડિમૉલેશન અંતર્ગત આજે અમદાવાદના શહેરી વિસ્તારોમાં મામલતદાર અને પોલીસની હાજરીમાં થલતેજ સહિતના વિસ્તારો કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણોને દુર કરવામાં આવ્યા હતા. થલતેજ પીવીઆર સિનેમા પાસે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થલતેજમાં આ દબાણો મોટાભાગે સરકારી જમીન પર કરવામાં આવ્યુ હતુ, જેમાં ૩૦ વર્ષ જૂનું સરકારી જમીન ઉપરનું બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યુ હતુ. આ બાંધકામ અંદાજે ૧૫૦૦ ચોરસ મીટરનું હતુ. આ મેગા ડિમૉલેશન ડ્રાઇવ કોર્પોરેશન, જિલ્લા કલેકટર અને પોલીસ તંત્રની હાજરી કરવામાં આવી હતી. આ પહેલા રાજકોટમાં પણ કરાયુ હતુ મેગા ડિમૉલેશન – રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી  શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી.

ફૂટપાથ પરની રેકડી, લારીગલ્લા, છાપરા, ઓટા, સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા પોલીસ,PGVCLના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ  નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા પેટીયું રળતા લારી ગલ્લાવાળા વેપારીઓ સહિતના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Share This Article