IPL ૨૦૨૩માં ચેન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચક રહે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ IIPLમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સને સૌથી વધારે ૫ વખત IPL ટ્રોફી અપાવી છે. રોહિત શર્માનું નામ T૨૦ થી ODI સુધી આખી દુનિયામાં જાણીતું છે. પરંતુ આઈપીએલ ૨૦૨૩માં રોહિત શર્માનું બેટ એટલું શાંત રહ્યું કે હિટમેનની શાનદાર આઈપીએલ કારકિર્દી પર ડાઘ પડી ગયો હતો. રોહિત ચેન્નાઈ સામેની મેચમાં સતત બીજી વખત ડક આઉટ એટલે કે શૂન્ય રને આઉટ થયો હતો
. છેલ્લી પંજાબ સામેની મેચમાં રોહિત શર્મા ૩ બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે CSK સામેની મેચમાં, હિટમેને આ જ પ્રકારના બેટિંગનું પુનરાવર્તન કર્યું હતું. જે બાદ તે IPLમાં સૌથી વધુ ડક આઉટનો ભોગ બનનાર બેટ્સમેન બની ગયો છે. IPL લીગમાં રોહિત શર્મા કુલ ૧૬ વખત આઉટ થયો છે. તો બીજી તરફ સુનીલ નારાયણ, દિનેશ કાર્તિક અને મનદીપ સિંહ જેવા બેટ્સમેન ૧૫ વખત શૂન્ય પર આઉટ થયા છે. આ સિઝનમાં રોહિત શર્માના બેટથી ૯ મેચમાં માત્ર એક જ અડધી સદીની ઇનિંગ જોવા મળી છે. CSK એ મુંબઈ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. કેપ્ટન ધોનીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ પોતાનો ર્નિણય સાચો સાબિત કરવામાં વધુ સમય ન લીધો. CSK બોલરોએ આવતાની સાથે જ ફફડાટી મચાવી દીધી હતી. ઈશાન કિશન અને રોહિત શર્માને દીપક ચહરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો જ્યારે તુષાર દેશપાંડેએ છેલ્લી મેચમાં અડધી સદી રમનાર ઈશાનને પોતાનો શિકાર બનાવ્યો હતો. પાવર પ્લેમાં મુંબઈએ તેના ૩ બેટ્સમેન ગુમાવ્યા હતા.