કહેવાય છે ને કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, તમામ બંધનો તોડીને ટાર્ગેટ સુધી પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં જોવા મળ્યો. અહીં એક મહિલાને લગ્નના ચાર વર્ષ બાદ આઈસ્ક્રીમ વેચનારા યુવક સાથે પ્રેમ થયો. પછી તો શું…બંનેએ ર્નિણય કર્યો અને મહિલાએ પતિને છોડી દીધો. આ કિસ્સો જિલ્લાના સૌરિખ પોલીસ સ્ટેશનના દેવીપુર ગામનો છે. ગામના રહેવાસી દેવકીનંદનના લગ્ન ચાર વર્ષ પહેલા કન્નૌજ જિલ્લાના તાલિગ્રામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામ નિવાસી સપના સાથે થઈ હતી. દેવકીનંદન કામ કરતો હતો અને સપના ઘરે રહીને ઘર કામ કરતી હતી. પરિવાર ઠીકઠાક ચાલી રહ્યો હતો. પણ કદાચ દેવકીનંદનને એ નહોતી ખબર કે, આ બસ ‘ચાર દિન કી ચાંદની’ છે. હવે આ કહાનીમાં એન્ટ્રી થાય છે અંશુલની. આમ તો અંશુલ કર્ણાટકમાં રહીને આઈસ્ક્રીમ વેચવાનું કામ કરે છે. પણ મૂળ તો તે જિલ્લાના કુસમરા ચોકી વિસ્તારના કટરા મોહલ્લાનો રહેવાસી છે. તેનું મોસાળ દેવકીનંદનના ગામ નજીક દલાપુરવામાં છે. તે જ્યારે પણ ઘરે આવતો હતો, મોસાળમાં જરુરથી આવતો હતો. મોસાળમાં આવતા જ તેની ઓળખાણ સપના સાથે થઈ ગઈ. બંનેમાં વાતચીત શરુ થઈ અને બાદમાં આ મોબાઈલ ફોન સુધી આવી પહોંચી. મોબાઈલમાં પહેલા હાય હેલો થયું બાદમાં કલાકો સુધી વાતો શરુ થઈ. હવે બંનેને અનુભવ થયો કે, તે એક બીજા સાથે પ્રેમ કરવા લાગ્યો. પછી તો શું, અંશુલ તો તૈયાર જ હતો, સપનાએ પણ ર્નિણય લઈ લીધો. લગભગ ૧૫ દિવસ પહેલા સપના અને અંશુલ એક થઈ ગયા. સપના હવે દેવકીનંદનનું ઘર છોડીને અંશુલ સાથે રહેવા લાગી. આ વાત દેવકીનંદનને અંદર સુધી કોરી ખાતી હતી. તે પરેશાન હતો.
સમાજના લોકો હસી મજાક અને મેણાટોણા મારવા લાગ્યા. તેનાથી તેને કાયદાનો સહારો લીધો. તેણે સપના ગુમ થઈ હોવાનો રિપોર્ટ નોંધાવ્યો. પોલીસે અંશુલના ઘરે રેડ પાડી પણ બંનેમાંથી એકેય મળ્યા નહીં. રોજ રોજ ભાગવાથી પરેશાન સપના શુક્રવારે પ્રેમી અંશુલ સાથે કુસમરા પોલીસ ચોકી પહોંચી અને હોબાળો શરુ કરી દીધો. તેનું કહેવું હતું કે, કંઈ પણ કરો, પણ હું તો અંશુલ સાથે જ રહીશ. દેવકીનંદન સાથે હવે જઈશ નહીં. જ્યારે ઘણું સમજાવ્યા છતાં ન માની તો પોલીસ સૌરિંખ પોલીસ ચોકીએ બંનેને મોકલી દીધા. હાલમાં પોલીસ સમજાવી રહી છે, પણ સપના માનવા માટે તૈયાર નથી.