ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની અને ભારતની સૌથી પ્રતિષ્ઠિત ટ્રક અને બસ બ્રાન્ડ ભારત બેન્ઝની ઉત્પાદનકર્તા ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ તેના અત્યાધુનિક ‘ભારત બેન્ઝ સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર’ પ્રોગ્રામને લૉન્ચ કરીને ભારતીય રોડ પર ટ્રક ડ્રાઇવિંગની ટેકનિકને ડિજિટલ રીતે રૂપાંતરિત કરવાની દિશામાં એક નોંધપાત્ર પગલું લીધું છે. સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર પ્રોગ્રામને ડીઆઇસીવી અને કટિંગ એજ ટેકનોલોજી પાર્ટનર દ્વારા સંયુક્તપણે વિકસાવવામાં આવ્યો છે.
આ હાઈ-એન્ડ, ટેકનોલોજી પર આધારિત સિમ્યુલેટર ભારતીય કૉમર્શિયલ વાહનોના ઉદ્યોગમાં આ પ્રકારનું સૌપ્રથમ સિમ્યુલેટર છે. સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર તેની પર તાલીમ મેળવવા લેવા માંગતા ભારત બેન્ઝના કોઇપણ ડ્રાઇવર માટે કમ્પ્યૂટરાઇઝ્ડ અને ડિજિટલ અનુભવોનું સંયોજન છે. તેના સેટ-અપમાં ડ્રાઇવરની આંખોની બરોબર સામે ગોઠવવામાં આવેલા એકથી વધારે સ્ક્રીનના ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. તાલીમ મેળવવી રહેલા ડ્રાઇવર ભારત બેન્ઝની હેવી-ડ્યુટી ટ્રક (એચડીટી)ની વાસ્તવિક કેબિનની અંદર બેસે છે, જેને વાસ્તવિક વિશ્વની ગતિશીલતાની સાથે ટેકનોલોજિકલ રીતે સાંકળવામાં આવેલી હોય છે, જે ડ્રાઇવરને કોઇપણ પ્રકારના રોડ કે ભૂપ્રદેશ પર ચલાવવામાં આવતી ટ્રકોનો વાસ્તવિક મલ્ટી-સેન્સરી અનુભવ પૂરાં પાડે છે. દૂરથી નિયંત્રિત થતાં કમ્પ્યૂટરની મદદથી ભૂપ્રદેશ, હવામાનની સ્થિતિ અને અન્ય અવરોધોમાં ફેરફાર પણ કરી શકાય છે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી સત્યકામ આર્યાએ આ ડિજિટલ રૂપાંતરણની પહેલ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, ‘અમે ફક્ત ડીઆઇસીવી અને ભારત બેન્ઝને જ નહીં પરંતુ અમારા ગ્રાહકોને પણ સફળ બનાવવાના અમારા પ્રયાસોમાં યોગદાન આપી રહેલા લોકોનું ડિજિટલ રૂપાંતર કરવામાં અમને મદદરૂપ થઈ શકે તેવા દરેક સંભવિત પાસાં પર ધ્યાન આપી રહ્યાં છીએ. ડિજિટલ રૂપાંતરણની અમારી લાંબાગાળાની યાત્રાનો મહત્વનો હિસ્સો હોવાથી અત્યાધુનિક ભારત બેન્ઝ સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર એ કૉમર્શિયલ વાહનોના ભારતીય ઉદ્યોગમાં એક નવું સીમાચિહ્ન છે.’
ભારતના રોડ અને આંતરમાળખાંના અત્યંત ઝડપી વિકાસની સાથે કદમથી કદમ મિલાવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેકનિકોની તાલીમ આપીને સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર ભારત બેન્ઝ ટ્રકના ડ્રાઇવરોની વિવિધ પ્રકારના ભૂપ્રદેશો અને આબોહવાની સ્થિતિમાં ટ્રક ચલાવવાની પદ્ધતિને ધરમૂળથી બદલી નાંખવા માટે જટિલ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. ભારત બેન્ઝ સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર તેમના ડ્રાઇવિંગના કૌશલ્યને સુધારશે, તેમને ભારત બેન્ઝ ટ્રકમાં રહેલી આધુનિક ટેકનોલોજીને શીખવામાં અને અપનાવવામાં મદદરૂપ થશે, તેમની લોજિસ્ટિક સંબંધિત કાર્યક્ષમતાને સુધારશે, તેમની સલામતીને અગાઉ કરતાં વધારશે તથા રાજ્યોની વચ્ચે, શહેરોની અંદર, પહાડો અને ખાણો ધરાવતા ભૂપ્રદેશોમાં ટ્રક ચલાવવાની તેમની ક્ષમતાને સુદ્રઢ બનાવશે. ભારત બેન્ઝના ટ્રક ડ્રાઇવરો 5 ભાષામાં તાલીમ મેળવી શકશે – અંગ્રેજી, હિંદી, તામિલ, કન્નડ અને તેલુગુ તથા આ વર્ષે વધુને વધુ ભાષાઓ ઉમેરવામાં આવશે. સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર તેના પ્રારંભિક તબક્કામાં હેવી-ડ્યુટી ટ્રક્સ (એચડીટી)ના ડ્રાઇવરોને તાલીમ આપશે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના માર્કેટિંગ, સેલ્સ અને કસ્ટમર સર્વિસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજારામ કે.એ જણાવ્યું હતું કે, ‘ભારત બેન્ઝ સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર એ ભારતીય કૉમર્શિયલ વ્હિકલ ઇન્ડસ્ટ્રીનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક ટ્રેનર છે. ટ્રક ડ્રાઇવરો એ ભારતીય અર્થતંત્રના ગુમનામ નાયકો છે તથા અમારો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે તેમના કૌશલ્યોને વધારવામાં અને તેમની સંચાલનની કાર્યક્ષમતાને સુધારવામાં તેમને મદદરૂપ થઈ શકાય, જેથી કરીને તેઓ શક્ય એટલી સલામત રીતે વધુ સારા પરિણામો પૂરાં પાડી શકે. અમારી ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક ટ્રકોને ચલાવવા માટે ડ્રાઇવરોનું કૌશલ્યવર્ધન કરવું જરૂરી છે, જેથી કરીને તેઓ રોડ અને આબોહવાની વિવિધ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી, કુશળતાપૂર્વક અને કાર્યક્ષમ રીતે વાહન ચલાવી શકે. અમે તબક્કાવાર રીતે અમારા પ્રાદેશિક તાલીમ કેન્દ્રો અને અધિકૃત ડીલરશિપ્સ મારફતે અમારા સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર પ્રોગ્રામને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવીશું.’
ભારત બેન્ઝ સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનર પ્રેક્ટિસ માટેના 16 ડ્રાઇવિંગ મોડ્યુલ્સ મારફતે લગભગ વાસ્તવિક જીવન જેવો અનુભવ પૂરો પાડે છે, જેમાં ઈ-લર્નિંગ મોડ્યુલ્સની સાથે-સાથે તાલીમ માટેના મૂળભૂત અને આધુનિક સંયોજનોને આવરી લેવામાં આવ્યાં છે. આ 16 ડ્રાઇવિંગ મોડ્યુલો ઉપરાંત ભારત બેન્ઝના 11 ચોક્કસ મોડ્યુલો પણ છે, જેનો ઉપયોગ ભારત બેન્ઝની ટ્રકમાં રહેલી આધુનિક વિશેષતાઓ અને ડ્રાઇવિંગ ટેકનિકો અંગે ડ્રાઇવરોને તાલીમ આપવા માટે થાય છે. ડ્રાઇવિંગના પર્ફોમન્સ પર નજર રાખવા અને તેને સુધારવામાં મદદરૂપ થવા માટે આ મોડ્યુલો રીપોર્ટ્સ પણ તૈયાર કરે છે. ડ્રાઇવરો અલગ-અલગ એપ્લિકેશનો પર પ્રેક્ટિસ કરી શકે અને તેને શીખી શકે તે માટે તે સિમ્યુલેશન પેદા કરે છે અને તેમના પર્ફોમન્સ સુધારવા, ખર્ચ ઘટાડવા અને એકંદર કાર્યક્ષમતાને સુધારવા માટે ડ્રાઇવિંગની અસરકારક ટેવો કેળવવાની દિશામાં તેમને માર્ગદર્શન આપે છે.
આ ઉત્પાદનનો સંપૂર્ણ પરિચય આપવા તથા ઇંધણની બચત કરે તેવા વિશ્વસનીય ડ્રાઇવિંગને શીખવવા માટે ભારત બેન્ઝના સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનરના ઈ-લર્નિંગ મોડ્યુલની રચના કરવામાં આવી છે, જે પરિચય કેળવવા, દરરોજ ચકાસણી અને પર્ફોમન્સના રીપોર્ટની સાથે આવે છે.
આ સિમ્યુલેટેડ ડ્રાઇવર ટ્રેનરની સાથે ભારત બેન્ઝે પહેલેથી જ એક પાંચ દિવસનો ‘ડ્રાઇવર એફિશિયેન્સી ઇમ્પ્રૂવમેન્ટ પ્રોગ્રામ’ પણ લૉન્ચ કર્યો છે, જે ઈ-લર્નિંગ, સિમ્યુલેટેડ ડ્રાઇવિંગ, વર્ગખંડમાં આપવામાં આવતી તાલીમ અને ઑન-ટ્રેક તાલીમ મારફતે સુરક્ષા, વ્યક્તિગત વિકાસ અને પર્ફોમન્સ જેવા પાસાંઓ પર ટ્રક ડ્રાઇવરોનું કૌશલ્યવર્ધન કરવા પર કેન્દ્રીત છે. જે ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂરિયાત છે તેની વિગતોની સાથે પ્રત્યેક ડ્રાઇવરોનો વિગતવાર રીપોર્ટ પારદર્શકતાપૂર્વક શૅર કરવામાં આવે છે, જેથી કરીને ટ્રકના કાફલાના માલિકોનું વધુને વધુ મૂલ્યવર્ધન કરી શકાય.
વર્ષ 2022માં ભારત બેન્ઝે ભારતમાં 10 વર્ષ પૂરાં કર્યા છે અને તે ભારતીય કૉમર્શિયલ વાહનોની ઇન્ડસ્ટ્રીમાં સૌથી સલામત ટ્રકોનું ઉત્પાદન કરવાની પ્રતિષ્ઠા ધરાવે છે, કારણ કે ભારતમાં તેની ટ્રકોનું ઉત્પાદન અકસ્માત માટે પરીક્ષણ કરવામાં આવેલી સૌથી સલામત કેબિનો વડે કરવામાં આવ્યું છે. ભારત બેન્ઝે હાલમાં જ ‘રક્ષણા’ નામનો પ્રોગ્રામ પણ લૉન્ચ કર્યો હતો, જે સર્વિસ અપટાઇમને વધારીને ગ્રાહકોને વધુને વધુ નફો રળી આપવા માટે પ્રયત્નશીલ છે. આ બ્રાન્ડની ડીલરશિપો અને સર્વિસ સ્ટેશનો અગ્રણી નેશનલ અને સ્ટેટ હાઇવે પર આવેલા છે, જે દરેક પ્રકારના ગ્રાહકોને સુગમતા અને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. ભારત બેન્ઝ સમગ્ર ભારતમાં કુલ 300થી વધારે ટચપોઇન્ટ્સ ધરાવે છે, જે ગોલ્ડન ક્વૉડ્રિલેટરલ નોર્થ-સાઉથ અને ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પર આવેલા નેશનલ હાઇવેને આવરી લે છે, જેથી ગ્રાહકો આ હાઇવે પર ફક્ત 2 કલાકની અંદર આ ટચપોઇન્ટ્સ સુધી પહોંચી શકે છે.