રાજકોટ પશ્ચિમ રેલવેમાં ફરજ એક કર્મચારી કે જે દિવ્યાંગ હોવા છતાં આજે આર્મ રેસલિંગમાં ગુજરાત અને મધ્યપ્રદેશનું નામ રોશન કરી રહ્યાં છે. રાજકોટ પશ્ચિમ રેલવેમાં ફરજ બજાવતા દવેન્દ્ર યાદવ ગુજરાતના પહેલા એવા ખેલાડી છે કે, જેની પસંદગી આગામી લિગમાં થઈ છે. તે ટુંક સમયમાં જ પોતાનું પ્રદર્શન સોની સ્પોર્ટ ચેનલ અને ડીડી સ્પોર્ટ ચેનલ પર કરશે. રાજકોટ પશ્ચિમ રેલવેમાં ફરજ બજાવતા દવેન્દ્ર યાદવે જણાવ્યું કે, જ્યારે તેઓ રાજકોટમાં આવ્યા ત્યારે તેને બોડી બિલ્ડિંગ વિશે ખબર ન હતી, પરંતુ તેને તેના મિત્રો દ્વારા બોડી બિલ્ડિંગ વિશેની જાણકારી મળી છે. જે બાદ તેમને જીમમાં જવાનું ચાલુ કર્યું હતું અને પ્રેક્ટિસ શરૂ કરી હતી.
૨૦૦૪માં ઉજ્જૈનમાં તેમની પહેલી આર્મ રેસલિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને મિસ્ટર મધ્ય પ્રદેશનો ખિતાબ મેળવ્યો હતો. આ પછી મિસ્ટર ઈન્દોર બન્યો છે. જે બાદ તેને અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. દવેન્દ્ર યાદવ ૧૪ વખત મિસ્ટર મધ્યપ્રદેશ અને ૧૪ વખત મિસ્ટર ઈન્દોર બન્યા હતા. દવેન્દ્રભાઈ ૨૦૧૭થી તે પંજા કુસ્તીમાં આવ્યા છે. જેમાં તેને ઘણી સફળતા મળી હતી. જેમાં તેઓ ૩ વખત સ્ટેટ ચેમ્પિયન રહ્યાં હતાં. જેથી આગળ તેઓ ઓલિમ્પિકની તૈયારી કરવા માંગે છે. દવેન્દ્ર યાદવ રેલવેની નોકરી કરે છે અને સાથે સાથએ પંજા કુસ્તીમાં પણ આગળ વધી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, રેલવેમાંથી તેને નાણાકીય સહાય નથી મળતી અને પ્રેક્ટિસ કરવા માટેનો સમય પણ મળતો નથી. જો તે યોગ્ય ટ્રેનિંગ મળે અને થોડો સમય મળેતો તેમનુ કહેવુ છે કે, તે સારું પ્રદર્શન કરી શકે છે.
દવેન્દ્ર ઓલમપિક માટે પણ તૈયારી કરી રહ્યો છે. ઓલમ્પિકમાં તે ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરશે. રાજકોટના આ પહેલો ખેલાડી છે કે જેનું સિલેક્શન લિગમાં થયું છે. પંજા કુસ્તીનું પ્રસારણ સોની સ્પોર્ટ્સ ચેનલ અને ટીટી સ્પોર્ટમાં કરવામાં આવે છે. રેલવેમાં ફરજ બજાવતા અને દવેન્દ્ર યાદવના મિત્ર વિનય કુમારે કહ્યું કે, દવેન્દ્ર અહીંયા સુધી પહોંચ્યો છે તો તેને શ્રેય માત્ર તેને જ જાય છે કારણ કે તેને બીજા કોઈ સપોર્ટ કર્યો નથી. તે પોતાની મહેનતથી જ અહીંયા સુધી તે પહોંચ્યો છે. તે દિવસ રાત જોયા વગર તે મહેનત કરી રહ્યો છે. અમે તેને સપોર્ટ કરી રહ્યાં છે અને જરૂર પડશે ત્યાં તેને સપોર્ટ કરવા માટે તૈયાર છીએ. વિનય કુમારનું કહેવુ છે કે, જો તેને રેલવે તરફથી આર્થિક મદદ કરવામાં આવે અને તેને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે તો તે દેશનું નામ રોશન કરી શકે છે.