રેલ વિકાસ નિગમ લિમીટેડ સાથેના કોન્સોર્ટિયમના ભાગરૂપે સિમેન્સ લિમીટેડને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ (GMRCL) પાસેથી બે અલગ અલગ ઓર્ડર્સ પ્રાપ્ત થયા છે. કોન્સોર્ટિયમના ભાગરૂપે સિમેન્સ લિમીટેડનો હિસ્સો રૂ. 678 કરોડનો છે.
આ ઓર્ડર્સમાં સુરત મેટ્રો ફેઝ 1 (40 કિમીથી વધુનો વિસ્તાર જેમાં 38 સ્ટેશનો અને 2 ડિપોનો સમાવેશ થાય છે) અને અમદાવાદ મેટ્રો ફેઝ 2 (29 કિમીથી વધુનો વિસ્તાર જેમાં 23 સ્ટેશનો અને 1 ડિપોનો સમાવેશ થાય છે). સિમેન્સ લિમીટેડ એડવાન્સ્ડ પાવર સપ્લાય અને ડીસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ સહિતની પ્રોજેક્ટ સંચાલન, રેલ ઇલેક્ટ્રિફિકેશન ટેકનોલોજીઓ પૂરી પાડશે. વધુમાં સિમેન્સ લિમીટેડ બન્ને મેટ્રો માટે સુપરવાઇઝરી કંટ્રોલ અને ડેટા એક્વિઝીશન (SCADA) ઉકેલ પણ પૂરો પાડશે.
સિમેન્સ લિમીટેડના મોબિલીટી બિઝનેસના વડા ગુંજન વખારીયાએ જણાવ્યું હતુ કે, “આ સીમાચિહ્ન મેટ્રો પ્રોજેક્ટ મારફતે ગુજરાતની જાહેર વાહનવ્યવહાર સિસ્ટમના વિકાસનો આંતરિક ભાગ બનતા સિમેન્સ ભારે ગર્વ અનુભવે છે. તે જીવનની ગુણવત્તા વધારવામાં અને શહેરોના અને પ્રદેશના સર્વાંગી વિકાસમાં અગત્યના ભાગ ભજવશે. પોતાની ટકાઉ શહેરો માટે વધુ સલામત, હરિયાળી અને સુંદર વહન ઉકેલનું સર્જન કરવાની મુસાફરીમાં સિમેન્સ પર વિશ્વાસ મુકવા બદલ અમે GMRCLનો આભાર માનીએ છીએ.”