ભારતની અગ્રણી 2 અને 3-વ્હીલર ટાયર બ્રાન્ડ TVS યુરોગ્રિપ દ્વારા આજે શહેરમાં એમ.એસ. ધોની અને CSKના અન્ય ખેલાડીઓની હાજરીમાં એડવેન્ચર ટૂરિંગ ટાયર અને સુપરબાઇક ટાયર લોન્ચ કરવામાં આવ્યા છે. લોન્ચિંગ કાર્યક્રમમાં બિઝનેસ પાર્ટનર્સ અને મુખ્ય ગ્રાહકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં CSK ટીમ સાથે બ્રાન્ડના જોડાણને પણ અંકિત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન લોન્ચ કરવામાં આવેલા ઉત્પાદનો વિશે સમજાવતા, TVS શ્રીચક્ર લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગના EVP પી. માધવને જણાવ્યું હતું કે, “એડવેન્ચર ટુર અને સુપરબાઇક ટાયરની શ્રેણી લોન્ચ કરવામાં આવી એ અમારા માટે એક મોટી સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. લોન્ચિંગની આ શ્રેણી અમારી પ્રોડક્ટ રેન્જને આગળ વધારશે, જે આ શ્રેણીમાં પહેલાંથી જ સૌથી ઘણી વિશાળ છે. અમે અમારા બિઝનેસ પાર્ટનરો અને CSK સ્ટાર્સની હાજરીમાં આ લોન્ચિંગ કરી શક્યા તેનો મને ખૂબ આનંદ છે. આ ઉચ્ચ પરફોર્મન્સ આપતા ઉત્પાદનો યુરોપમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે અને ભારતના રસ્તાઓની સ્થિતિને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યા છે. આમાંના ઘણા ઉત્પાદનો પહેલાંથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવ્યા છે અને પ્રારંભિક તબક્કે અમને વેપારજગત અને ગ્રાહકો તરફથી એકસરખા સકારાત્મક પ્રતિસાદ મળ્યા છે, તેથી ભારતીય બજારમાં આનું લોન્ચિંગ કરવામાં અમે ઘણી ખુશી અનુભવીએ છીએ.”
કંપનીએ આ કાર્યક્રમ દરમિયાન મોટરસાઇકલના ટાયરની ટ્યૂબલેસ કેટેગરીમાં અન્ય રેન્જના વિસ્તરણ તરીકે રોડહાઉન્ડ, ડ્યુરાટ્રેલ અને ટેરાબાઇટ જેવા નવા ઉત્પાદનોનો પણ પ્રારંભ કર્યો છે.
નવા શરૂ થયેલા ઉત્પાદનો વિશે:
- રોડહાઉન્ડ – ઉત્કૃષ્ટ પકડ, સંચાલન અને માઇલેજ સાથે સુપરબાઇક માટે ઝીરો-ડિગ્રી સ્ટીલ બેલ્ટેડ રેડિયલ ટાયર. રોડહાઉન્ડ હાઇ સ્પીડ માટે ઉત્તમ છે અને તેનું સિલિકા કમ્પાઉન્ડ ભીની પકડમાં વધારો કરે છે અને અદ્યતન ખાંચાવાળી ડિઝાઇન સ્થિરતા તેમજ આરામદાયકતામાં વધારે છે.
- ડ્યુરાટ્રેલ EB+ પેટર્ન – સંરેખિત બ્લૉક પ્રકારની તેની ડિઝાઇન રસ્તા પર ખૂબ જ સારી પકડ આપે છે અને ઑન-ઑફ રોડમાં ઉપયોગમાં લેવા માટે ઉત્તમ છે. ગ્રુવ્સથી વધુ સારી સ્થિરતા અને માઇલેજ મળે છે અને વચ્ચેથી વ્યાપક થતી પહોળાઇના કારણે પાણીમાંથી ઝડપથી બહાર નીકળવામાં મદદ મળે છે. અસાધારણ કોર્નરિંગ ક્ષમતા આ ઉત્પાદનની એક વિશેષતા છે, જેને ગોળાકાર શોલ્ડર પ્રોફાઇલથી સુનિશ્ચિત કરવામાં આવી છે.
- ટેરાબાઇટ DB+ – આ ખૂબ જ મજબૂત ટાયર છે જે દુર્ગમ ભૂપ્રદેશો અને ઑફ-રોડ ડ્રાઇવિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેના મોટા બ્લૉક્સ ઉત્કૃષ્ટ પકડ આપે છે. તેના મજબૂત નિર્માણ અને ઊંડા ખાંચાના કારણે લાંબા સમય સુધી ટકી રહે છે.