ભારતની અગ્રણી પ્રસારણકર્તા, સોની સ્પોર્ટ્સ નેટવર્કએ યુરોપમાં ફૂટબોલનું નિયંત્રણ કરતી સંસ્થા યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિયેશન્સ (UEFA) સાથેનો સહયોગ લંબાવ્યો છે. આ સોદાના ભાગરૂપે પ્રસારણકર્તાએ 2022થી 2029 સુધીમાં રમાનારી UEFA નેશનલ ટીમ સ્પર્ધાઓ માટેના વિશિષ્ટ મીડિયા અધિકારો ખરીદ્યા છે અને તેના યુરોપિયન ક્વોલિફાયર્સ અને ફ્રેન્ડલી મેચીઝ સાથે 2024 અને 2028ની UEFA EURO દર્શાવશે. UEFA ટૂર્નામેન્ટ્સ ભારતીય ઉપખંડો જેમ ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, માલદીવ્સ અને શ્રીલંકા સહિત રૈખિક ટેલિવીઝનમાં તેમજ ઓન ડીમાન્ડ ઓટીટી પ્લેટફોર્મ SonyLiv પર લાઇવ સ્ટ્રીમીંગ પણ થશે.
સોની સ્પોર્ટ્સ નેટવર્ક UEFAEURO 2024નું જીવંત પ્રસારણ કરશે જે અનેક મોટી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટ્સમાંની એક છે, જેમાં યુરોપની ટોચની રાષ્ટ્રીય ટીમોનો સમાવેશ થશે. જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરવામાં આવી રહી હતી તેવી ટોચની ટૂર્નામેન્ટ 14 જૂન 2023ના રોજ શરૂ થાય છે અને યજમાનપદુ જર્મની કરશે, જ્યારે તેની ફાઇનલ 14 જુલાઇએ બર્લિનના ઓલીમ્પીયાસ્ટેડિયોનમાં રમાશે. UEFA EURO 2024 માટે ક્વોલિફાઇ થવા માટે ટીમોએ યુરોપિયન ક્વોલિફાયર્સમાંથી પસાર થવુ પડશે જે પ્લે-ઓફ સાથે માર્ચ 2023થી શરૂ થઇને માર્ચ 2024 સુધી ચાલશે. ક્લોલિફાયર્સને રાઉન્ડ-રોબીન ફોર્મેટમાં દસ જૂથોમાંની 53 ટીમો વચ્ચે રમશે અને તેનું પણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ થશે.
સોની સ્પોર્ટ્સ નેટવર્ક આ ઉપરાંત UEFA નેશનલ લીગની તમામ મેચનું પણ પ્રસારણ કરશે. સ્પર્ધાની તમામ ક્રિયો, અલબત્ત નેધરલેન્ડઝ, ક્રોએશિયા, સ્પેઇન અને ઇટાલી વચ્ચેની UEFA નેશન્સ ફાઇનલ્સ 2023 14 જૂન 2023થી શરૂ થશે.
છ વર્ષના સોદાના ભાગરૂપે પ્રસારણકર્તા પોતાની તમામ ચેનલ્સમાં 1300 ફૂટબોલ મેચ દર્શાવશે. નેટવર્ક 2024 અને 2028ના યુરોપિયન ક્વોલિફાયર્સનું અને આગામી UEFA યુરોની બે આવૃત્તિનું પણ પ્રસારણ કરશે. વધુમાં ફૂટબોલના ચાહકો દરેક UEFA નેશન્સ લીગ 2024 અને 2028ની દરેક રમતોની તેમજ 2025 અને 2027ની UEFA નેશન્સ લીગ ફાઇનલ્સ સાક્ષી બનશે. આ ઉપરાંત, સોની સ્પોર્ટ્સ નેટવર્ક UEFA ચેમ્પીયન્સ લીગ, UEFA યુરોપા લીગ, UEFA યુરોપા કોન્ફરન્સ, બુદેસ્લિગા, એમેરિટ્સ FA કપ અને વધુની પણ અધિકૃત્ત પ્રસારણકર્તા બની રહેશે.