ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના વડાએ ગુરુવારે આગાહી કરી હતી કે વર્ષ ૨૦૨૩ માં વિશ્વ અર્થતંત્રનો વિકાસ દર ૩ ટકાથી ઓછો રહેશે, જેનાથી વૈશ્વિક સ્તરે ભૂખમરો અને ગરીબીનું જોખમ વધી રહ્યું છે. IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ કહ્યું કે, આગામી ૫ વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિ દર ૩ ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. “૧૯૯૦ પછી આ અમારું સૌથી નીચું મધ્યમ ગાળાના વિકાસનું અનુમાન છે,” તેમણે કહ્યું. ધીમી વૃદ્ધિ એ ગંભીર ફટકો હશે, જે ઓછી આવક ધરાવતા દેશો માટે મુશ્કેલીમાં વધારો કરશે.
ગયા વર્ષે વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર ૩.૪ ટકા રહ્યો છે. જ્યોર્જિવાએ ચેતવણી પણ આપી હતી કે, વૈશ્વિક વૃદ્ધિ ધીમી થવાથી ગરીબી અને ભૂખમરો વધી શકે છે, જે કોવિડ કટોકટી દ્વારા પહેલેથી જ પડકારવામાં આવી છે. તેણે તેને ખતરનાક ટ્રેન્ડ ગણાવ્યો. આગામી સપ્તાહે IMF અને વિશ્વ બેંકની બેઠક યોજાશેઃ તેમની ટિપ્પણી આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં યોજાનારી IMF અને વિશ્વ બેંકની વાર્ષિક વસંત બેઠક પહેલા આવી છે. IMFએ કહ્યું છે કે, ભારતે વ્યાપક ઉપયોગ માટે વિશ્વ-સ્તરની ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, જે અર્થતંત્ર અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે અન્ય દેશો માટે પાઠ બની શકે છે. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક અનન્ય ઓળખ (આધાર), UPI અને આધાર-સક્ષમ ચુકવણી સેવાનો સમાવેશ થાય છે જેમાં ડિજીલોકર અને એકાઉન્ટ એગ્રીગેટર્સ જેવી ડેટા એક્સચેન્જ મિકેનિઝમ્સ છે.