જાહેર રસ્તાઓ પર કરવામાં આવતા ખતરનાક સ્ટંટના વધુ એક ઉદાહરણમાં, એક યુવક તેની કારના દરવાજા પર બેસીને બારીમાંથી બહાર નીકળતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઉત્તર પ્રદેશના નોઈડામાં બની હતી અને વાયરલ ટ્વીટમાં શહેરના પોલીસ અધિકારીઓને પણ ટેગ કરવામાં આવ્યા હતા. અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે, પ્લેટફોર્મના ઘણા વપરાશકર્તાઓએ પણ પોસ્ટ શેર કરી હતી. વ્યસ્ત રસ્તા પર આ સ્ટંટ કરતા જોવા મળેલા યુવકનું પ્રારંભિક ટ્વીટ એક પત્રકારે તેના ટિ્વટર હેન્ડલ પર શેર કર્યું હતું. પત્રકારે નોઈડાના પોલીસ કમિશનરેટ, નોઈડા ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને યુપી પોલીસ અધિકારીઓના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટને ટેગ કર્યા. પોતાના ટિ્વટમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે, નોઈડામાં અમીર લોકો જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.
શેર કરેલા વિડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, લાલ રંગની Hyundai Elite i20 માં એક યુવક કારના દરવાજા પર તેની બારીઓ નીચે ફેરવીને બેઠો છે. કારની નંબર પ્લેટ ભાગ્યે જ દેખાઈ રહી છે. વિડિયોમાં એ સ્ટંટ કરી રહેલા માણસની ખૂબ જ ટૂંકી ક્લિપ છે, અને આ પ્રકારના સ્ટંટમાં અન્ય કોઈ સામેલ હતું કે, કેમ તે સ્પષ્ટ જણાઈ શક્યું નથી. આ ટ્વીટ વાયરલ થયા બાદ પોલીસ અધિકારીઓએ ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, આ મામલો શહેરના ટ્રાફિક વિભાગને મોકલવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે કે, નહીં તેની હજુ સુધી કોઈ માહિતી નથી. જોકે, અમે આશા રાખી શકીએ છીએ કે, આરોપીઓ સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
જાહેર રસ્તાઓ પર યુવાનો દ્વારા આવા સ્ટંટ કરવા માટેનું સૌથી સામાન્ય કારણ ઓનલાઈન ફોલોઅર્સ અને યુઝર્સ પાસેથી એવી આશા રાખવી કે, તેઓને ઈન્ટરનેટ પર પ્રસિદ્વી મળી જશે. જોકે, આ પ્રકારના પ્રેન્ક અને સ્ટંટ દ્વારા જે, વ્યક્તિઓ તેમની પોસ્ટ લાઇક્સ, શેર અને કમેન્ટ્સ કરીને તેમનો ઉત્સાહ વધારતુ હોય છે, જોકે, ખ્યાતિ મેળવવાની લ્હાયમાં કેટલીક વાર ખરાબ પરીણામ પણ આવતા હોય છે.