હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે અમદાવાદમાં તેનું પ્રથમ સેન્ટર ખોલ્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે, બાળકો માટે એક પ્રકારનો 100 % ગેજેટ-ફ્રી પ્લે એરિયા, શુક્રવારે અમદાવાદમાં તેનું પ્રથમ સેન્ટર ખોલ્યું અને ફ્રેન્ચાઈઝી મોડલ દ્વારા શહેરમાં આવા કેન્દ્રોની શ્રેણી ખોલવા માંગે છે.

સિંધુ ભવન રોડ પર હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લેનું સેન્ટર અદ્યતન ઇન્ડોર પ્લેગ્રાઉન્ડ સાધનોથી સજ્જ છે અને જ્યાં કલાકો સુધી બાળકો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વિના રમતો રમી શકે છે.

બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સેન્ટર સ્ટ્રીક્ટ સેફ્ટી સ્ટાન્ડર્ડસનું પાલન કરે છે અહીં બાળકો રમવાની અને નવું શિખવાની તકનો મહત્તમ ઉપયોગ કરે છે.

આ સેન્ટર ખાતે પાર્ટી હોલ પણ ઉપલબ્ધ છે, જે જન્મદિવસની પાર્ટી અને કોર્પોરેટ પાર્ટીઓ અને સ્કૂલ ટ્રિપ્સ જેવી અન્ય ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે એક આદર્શ સ્થળ છે. તેમાં વિશિષ્ટ પ્રાઈવેટ પાર્ટીઓ માટે એક પ્રાઈવેટ પ્લે એરિયા અને હેલ્ધી મેનુ સાથે એક કાફે પણ છે, જ્યાં બાળકો અને પુખ્ત વયના લોકો, મિત્રો સાથે મળી શકે છે અને આનંદ કરી શકે છે.

IMG 20230401 WA0073

“સ્વસ્થ શરીરના વિકાસ માટે રચનાત્મક સમયમાં શારીરિક પ્રવૃત્તિમાં જોડાવું મહત્વપૂર્ણ છે. કમનસીબે, બાળકો હવે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સથી ઘેરાયેલા છે. ઘર હોય કે શાળા, ગેજેટ્સની ઘેલછા સર્વત્ર જ છે. ઘણા બાળકો ગેજેટ્સના વ્યસની હોય છે અને એક મિનિટ પણ તેમનાથી દૂર રહી શકતા નથી. માતા-પિતા અને વડીલો તરીકે, અમને અમારા બાળકોના સ્વાસ્થ્ય પર ગેજેટ્સની પ્રતિકૂળ અસરનો અહેસાસ થાય છે પરંતુ અમે ટેક્નૉલૉજી પર એટલા નિર્ભર થઈ ગયા છીએ કે આપણે ઘણું કરી શકીએ તેમ નથી.

હેપીઓન પાર્ટી એન્ડ પ્લે  એવી એક પહેલ છે કે બાળકોને ગેજેટ્સથી દૂર રહેવાની તક મળે. અમારા કેન્દ્રમાં, બાળકો ખૂબ જ આનંદ સાથે શારીરિક અને માનસિક ઉત્તેજક પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે,” તેમ હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લેના સ્થાપક અને ડિરેક્ટર સમીર વિરાણીએ જણાવ્યું હતું.

હેપીઓન પાર્ટી એન્ડ પ્લેનું સેન્ટર 0-14 વર્ષની વયના બાળકોને તેમની ઉંમર માટે યોગ્ય શ્રેષ્ઠ સાધનો અને કોચિંગ સાથે વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આવકારે છે. કેન્દ્રમાં અન્ય પ્રવૃત્તિઓ બાળકોને મહત્વપૂર્ણ મોટર કૌશલ્યો વિકસાવવામાં અને તેમના સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસમાં યોગદાન આપવામાં મદદ કરશે.

હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ફ્રેન્ચાઇઝી કેન્દ્રો શરૂ કરીને ઝડપથી વ્યાપ વધારવાનું આયોજન કરી રહ્યું છે.

“અમે માનીએ છીએ કે ફ્રેન્ચાઇઝી કેન્દ્રો ખોલવા એ ઝડપથી સ્કેલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને મોટા પાયે બાળકો માટે ગેજેટ-મુક્ત જગ્યાઓના અભાવના પડકારને ઉકેલવાનો ઉપાય છે. અમે અમદાવાદ, તેમજ વડોદરા, સુરત, રાજકોટ અને ગુજરાતના અન્ય શહેરોમાં ફ્રેન્ચાઈઝી કેન્દ્રો ખોલવાની તક જોઈ રહ્યા છીએ. હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લેના સહ-સ્થાપક અને ડિરેક્ટર રિયા વિરાણીએ જણાવ્યું હતું કે, અમે રાજ્યની બહાર વિસ્તરણ માટેની તકો પણ શોધી રહ્યા છીએ.

હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે ફ્રેંચાઇઝીઓને અદ્યતન ઇન્ડોર પ્લે સાધનો, નવીનતમ ડિઝાઇન, શ્રેષ્ઠ રમતગમતની પ્રવૃત્તિઓ અને પ્રશિક્ષિત માનવ સંસાધન સાથે અદ્યતન કેન્દ્રો સ્થાપવામાં મદદ કરશે જેથી ગ્રાહકને અહીં ઉત્કૃષ્ટ અનુભવ થાય.

Share This Article