ભારતની અગ્રણી આઇસક્રીમ બ્રાન્ડ્સમાંની એક અને ગુજરાતમાં આઇસક્રીમના સમાનાર્થી તરીકેની ઓળખ ધરાવતા હેવમોર આઇસક્રીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સાથે સત્તાવાર ભાગીદારીની જાહેરાત કરી છે. દક્ષિણ કોરિયાના બહુરાષ્ટ્રીય સમૂહ લોટ્ટે કન્ફેક્શનરી લિમિટેડની પેટા કંપની સત્તાવાર આઇસક્રીમ પાર્ટનરની જાહેરાત કરતાં ઉનાળાની સિઝનમાં ધમાકેદાર પ્રવેશ કરી રહી છે. તેના સમૃદ્ધ, ક્રીમી અને ઇનોવેટિવ ફ્લેવર્સ માટે દેશભરમાં ગ્રાહકોને ખુશ કરતાં હેવમોરે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાને નિયુક્ત કર્યાં છે.
બ્રાન્ડ એમ્બેસેડર હાર્દિક પંડ્યાને દર્શાવતી બે ટીવીસી સાથે બ્રાન્ડે તેના સમર કેમ્પેઇનની શરૂઆત કરી છે, જેમાં ચાહકો તેમને લિવિંગ રૂમ, ક્રિકેટ સ્ટેડિયમ અથવા હોસ્પિટલના બેડ ઉપર હેવમોર આઇસક્રીમની મજા માણતા જોઇ શકે છે. ‘ઇટ્સ ધેટ ગુડ’ ટેગલાઇન સાથે આ રસપ્રદ કેમ્પેઇન દર્શાવે છે કે નટ્સથી ભરપૂર ક્રીમી અને સ્વાદિષ્ટ હેવમોર આઇસક્રીમ કેવી રીતે વ્યક્તિને ઠંડક અને આનંદના વિશ્વમાં લઇ જાય છે. આ સહયોગ સાથે બ્રાન્ડ વ્યક્તિના દૈનિક જીવનને આઇસક્રીમની ભૂમિકાને જીવંત બનાવતા દેશભરના ગ્રાહકોના મન અને હ્રદયમાં એક વિશિષ્ટ સ્થાન હાંસલ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આ સહયોગ વિશે વાત કરતાં હેવમોર આઇસક્રીમના મેનેજિંગ ડાયરેક્ટર કોમલ આનંદે જણાવ્યું હતું કે, “હેવમોર ખાતે અમે નવીન ઓફરિંગ્સ અને ફ્લેવર્સ સાથે ગ્રાહકોને સતત સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવા સક્રિય છીએ અને ગુજરાત ટાઇટન્સ ટીમ સાથેની અમારી ભાગીદારી આ દરખાસ્તને જીવંત બનાવવા માટે એકદમ અનુરૂપ છે. ગુજરાત ટાઇટન્સે જે પ્રકારે તેના પહેલા વર્ષમાં જ ટુર્નામેન્ટમાં વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે, તેમ અમને વિશ્વાસ છે કે આ પ્રેરણાદાયી ભાગીદારી ભારતીય ગ્રાહકો વચ્ચે અમારી બ્રાન્ડ પ્રત્યેના પ્રેમને મજબૂત કરશે.”
તેમણે ઉમેર્યું હતું કે, હાર્દિક પંડ્યા વર્તમાન પેઢીમાં સૌથી પ્રતિભાશાળી અને ઉર્જાથી ભરપૂર ખેલાડી છે. અમે અમારું ‘ઇટ્સ ધેટ ગુડ’ કેમ્પેઇન રજૂ કરી રહ્યાં છીએ ત્યારે અમારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાર્દિક પંડ્યા હોવું સ્વાભાવિક છે. બ્રાન્ડના ચહેરા તરીકે હાર્દિક પંડ્યા રચનાત્મકતા, વિશિષ્ટતા અને સામુદાયિક પ્રેમને પ્રદર્શિત કરે છે.
આ સહયોગ વિશે વાત કરતાં લોકપ્રિય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે, “આઇસક્રીમ મારા કમ્ફર્ટ ફૂડ પૈકીનું એક છે અને હું હેવમોર સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છું કે જેણે 75 વર્ષમાં ગ્રાહકોનો વિશ્વાસ અને પ્રેમ હાંસલ કર્યો છે. તેના સ્વાદિષ્ટ ફ્લેવર્સ ગ્રાહકો માટે ‘ઇટ્સ ધેટ ગુડ’ અનુભવ બની રહેશે. તેમના સ્વાદિષ્ટ અને મજેદાર આઇસક્રીમ સાથે હું આ ભાગીદારીથી ઉત્સુક છું.”
આ અંગે ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે, “હેવમોર ગુજરાતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે કે જેણે સમગ્ર ભારતમાં પોતાની ઓળખ સ્થાપી છે. ગુજરાત ટાઇટન્સ ઉત્કૃષ્ટતા આધારિત બ્રાન્ડ બિલ્ડિંગમાં વિશ્વાસ રાખે છે અને અમે હેવમોર સાથે ભાગીદારી કરતાં આનંદિત છીએ.”
આ સહયોગના ભાગરૂપે બ્રાન્ડે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા તથા નવી દિલ્હી અને મુંબઇ જેવાં દેશના મોટા શહેરોમાં વિશાળ કદના ક્રિકેટ બેટ મૂક્યાં છે, જેના ઉપર ચાહકો તેમના પસંદગીના ક્રિકેટર્સ માટે સંદેશો લખશે. આ ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં પાંચ શહેરોમાં 10,000થી વધુ ચાહકોએ સંદેશા પાઠવ્યાં છે. એક લકી વિજેતાને ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મળવાની તક મળશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 દરમિયાન પ્રત્યેક મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બહારની બાજૂએ હેવમોર આઇસક્રીમ બુથ રહેશે, જેથી ગ્રાહકોને આકરી ગરમીમાં રાહત મળે તથા તેઓ 16થી વધુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ક્રીમી આઇકસ્કીરમ ફ્લેવર્સની મજા માણી શકશે. તેમાં લોટ્ટેના ઇનોવેટિવ વર્લ્ડ કોન તથા બીજા આઇસક્રીમની વિશાળ શ્રેણી સામેલ છે.
આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ 31 માર્ચે શરૂ થશે અને 28 મે, 2023 સુધી ચાલશે, જેમાં કુલ 74 મેચ રમાશે.