કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લંડનમાં થયેલ નિવેદન પર વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દા પર એક અલગ જ વલણ અપનાવ્યું છે.ટીએમસીની નેતા અને રાજયસભા સાંસદ સુષ્મિતા દેવ રાહુલ ગાંધીની માફી પર રાજનીતિક વિરોધ અને મમતા બેનર્જીની ટીપ્પણી કરી કે રાહુલ ભાજપ માટે સારી ટીઆરપી છે.તેના પર સ્પષ્ટતા આપતા કહ્યું કે બંગાળના કોંગ્રેસના નેતા કંફયુઝ છે. સંબિત પાત્રા પ્રવકતા છે હું તેમને કહેવા માંગુ છું કે ભાજપ રાહુલ ગાંધીના નેતૃત્વને લઇ પ્રશ્ન ઉઠાવે છે પરંતુ ભાજપનો પુરો ફોકસ તન મન ધનથી રાહુલ ગાંધીની ઉપર જ આધારિત છે આ શું રહસ્ય છે આ દેશ સમજવા લાગ્યું છે.
બંગાળના કોંગ્રેસના નેતા કંફયુઝ છે તે બંગાળમાં કહે છે કે ઇડી સારૂ કામ કરી રહી છે ટીએમસીની તપાસ કરી રહી છે પરંતુ અમે જોઇએ છીએ કે તે ઇડીની અહીં સંસદમાં વિરૂધ્ધ છે તેમના મગજમાં ખુબ કન્ફયુઝન છે જે ઠીક નથી. તેમણે કહ્યું કે આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવી ત્રણ વખત જો કોઇ મુખ્યમંત્રી બન્યા છે તો તે મમતા બેનર્જી છે જો તમે બંગાળની રાજનીતિને ધ્યાનથી જોવા તો ભાજપની સ્થિતિ બંગાળમાં ખુબ ખરાબ છે બે વર્તમાન સાંસદ ભાજપ છોડી ટીએમસીમાં આવી ચુકયા છે. તેમણે કહ્યું કે મમતા ઇચ્છે છે કે ભાજપ ફરીથી સત્તામાં ન આવે ભાજપને જે રીતે એક મુશ્કેલ ચુંટણીમાં મમતા દીદીએ હરાવ્યા છે ખુબ ઓછા લોકો કહી શકે છે કે તે આમ કરી શકે છે વિપક્ષના નેતા કોણ હશે તે બાદની વાત છે પહેલા તો ભાજપને હરાવવી જરૂરી છે.