આજના સગીરોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ફેસબુક પરની મિત્રતા અને પ્રેમ કોઈને લાઈફ ટાઈમ માટે ભારે પડી શકે છે, કદાચ તેને આ વસ્તુની કિંમત ખબર પણ નહીં હોય. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના જાલૌનથી સામે આવ્યો છે. અહીં એક ૧૫ વર્ષની વિદ્યાર્થિનીની ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી અને પછી તે ફરવા માટે મિત્રો સાથે જંગલમાં ગઈ હતી. આ જંગલમાં તેની સાથે ગેંગરેપની ઘટના ઘટી છે. પીડિતાએ ઘરે આવીને તેના પરિવારજનોને આખી ઘટના જણાવી ત્યારબાદ પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી હતી. વાસ્તવમાં આ સમગ્ર મામલો સિરસા કાલાર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં સગીર વિદ્યાર્થિનીની એક યુવક સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આ મિત્રતા બાદ સગીરા આ ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ગઈ હતી. જ્યાં યુવતીને ફસાવીને લોકો તેને જંગલમાં લઈ ગયા હતા અને રાતભર તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.
બીજી તરફ, ઘરે ગયા પછી પીડિતાએ તેના પરિવારના સભ્યોને આખી વાત કહી હતી. આ દુષ્કર્મમાં પોલીસ સ્ટેશનમાં ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોમવારે, ગેંગરેપનો ભોગ બનેલી યુવતીએ તેના પરિવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં જણાવ્યું હતું કે તેણે બે મહિના પહેલા ચુરખી પોલીસ સ્ટેશન વિસ્તારના ટીકાવલીના રહેવાસી ૨૨ વર્ષીય મોહિત સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. રવિવારે પીડિતાને સિરસા કલાર શહેરમાં બોલાવવામાં આવી હતી. આ પછી મોહિત અને તેના બે અજાણ્યા મિત્રો તેને સમજાવીને જંગલમાં લઈ ગયા હતા. જ્યાં જંગલમાં તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે સગીરાની તબિયત બગડી ત્યારે આરોપી તેને સિરસા કલાર શહેરમાં છોડીને ભાગી ગયો હતો. પીડિતાએ ઘરે આવીને તેના પિતાને સમગ્ર વાત કહી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ સામે બળાત્કાર અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપીઓની શોધ શરૂ કરી છે.