વિધાનસભા ચુંટણી પહેલા મધ્યપ્રદેશની જનતા માટે તમામ રાજનીતિક પક્ષો તરફથી ભેટ અને વચનોનો વરસાદ થવા લાગ્યો છે.એક તરફથી જયાં ભાજપની સરકાર દરેક વર્ગના કલ્યાણનો દાવો કરતા અનેક રીતને ભોટ અને અનેક રીતની યોજનાઓ શરૂ કરવાનું વચન આપી રહ્યાં છે તો કોંગ્રેસ પણ સત્તામાં આવવા પર ભેટ આપવાનું ભેટ કરવામાં પાછળ રહી નથી જયાં રાજયની શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી સરકારે મહિલાઓને દર મહીને એક હજાર રૂપિયા આપવા માટે લાડલી બહના યોજનાની જાહેરાત કરી છે. જયારે કોંગ્રેસે પણ મધ્યપ્રદેશની જનતાને વચનોની વાત કરી છે અને તેને નિભાવવાની પણ વાત કહી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે કોંગ્રેસના સત્તામાં આવવા પર સૌથી પહેલા મહિલાઓના રસોડાના બજેટની બાબતમાં વિચાર્યું છે અને એલપીજી સિલેન્ડના ભાવ ૫૦૦ રૂપિયામાં આપવાનું વચન આપ્યું છે.રાજયના નરસિંહપુર જીલ્લામાં કોંગ્રેસની જાહેરસભા થઇ આ જાહેરસભામાં પ્રદેશ અધ્યક્ષ કમલનાથે ભાજપ સરકારની નીતિઓની ભારે ટીકા કરી અને કોંગ્રેસની ૧૫ મહીનાની સરકાર દરમિયાન કરવામાં આવેલા કામોનું વિવરણ પણ આપ્યું હતું આ સાથે જ વચન આપ્યું કે પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનતા જ ૫૦૦ રૂપિયામાં ગેસ સિલેન્ડર પણ આપવામાં આવશે. રાજયની શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી સરકારે મહિલાઓને દર મહીને એક હજાર રૂપિયા આપવા માટે લાડલી બહના યોજનાની શરૂઆત કરી છે તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે પણ વચન કર્યુ છે કે રાજયમાં કોંગ્રેસની સરકાર બનતા જ મહિલાઓને ૧૫૦૦ રૂપિયા મહીના આપવામાં આવશે.રાજસ્થાન અને હિમાચલમાં પણ કોંગ્રેસે આ રીતનું વચન આપ્યું છે.