પાકિસ્તાનમાં વર્તન સમયમાં સ્થિતિ દિવસેને દિવસે વધુ ને વધુ તંગ બની રહી છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાનખાનની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનના વર્તમાન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના એક નિવેદને હાલ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. શાહબાઝ શરીફે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને આરએસએસના સંબંધો હોવાની વાત કરી છે. સાથે તેમણે આરએસએસની વિચારધારા અને ઈમરાનખાનના કનેકશનની વાત કરી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છેકે, ઈમરાન ખાન બધુ આરએસએસ એટલેકે, ભારતના સંગઠન રાષ્ટ્રિય સ્વંય સેવક સંઘની ચોપડી વાંચીને બધુ શીખ્યાં છે.
ઈમરાન ખાન પર નિશાન સાધતા શાહબાઝ શરીફે કહ્યું કે તેમની હરકતો જોઈને લાગે છે કે તેઓ આરએસએસના પુસ્તકમાંથી શીખ્યા છે. પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષ તેમના પર આકરા પ્રહારો કરી રહ્યો છે. ઈમરાન ખાન પણ શાહબાઝ શરીફની સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
ઈમરાનની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ અને પીટીઆઈ સમર્થકો વચ્ચે ઉગ્ર હિંસા પણ થઈ છે. આ દરમિયાન શાહબાઝ શરીફે ઈમરાન ખાન પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પુસ્તકમાંથી શીખ્યા છે. શાહબાઝ શરીફે ઈમરાન ખાનને ઘેરતા ટિ્વટ કર્યું હતું. આ ટ્વીટમાં તેણે લખ્યું, ‘જો કોઈને શંકા હોય તો, છેલ્લા કેટલાક દિવસોમાં ઈમરાન નિયાઝીની કાર્યવાહીએ તેની ફાસીવાદી અને ઉગ્રવાદી વૃત્તિઓનો પર્દાફાશ કર્યો છે. લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરવો હોય કે પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવો હોય કે ન્યાયતંત્રને ડરાવવા માટે જાથાની આગેવાની કરવી હોય, ઈમરાન ખાને આરએસએસના પુસ્તકમાંથી કંઈક બીજું જ શીખ્યા છે. તમને જણાવી દઈએ કે શનિવારે ઈમરાન ખાન પોતાના કાફલા સાથે બહાર આવ્યા હતા અને પ્રોડક્શન માટે ઈસ્લામાબાદ કોર્ટ પહોંચ્યા હતા. રસ્તામાં તેમના વાહનો એકબીજા સાથે અથડાયા હતા અને ઈમરાન ખાનના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ન્યાયાધીશે ઈમરાન ખાનને કોર્ટની બહાર હાજર રહેવાની મંજૂરી આપી હતી. આ સાથે કોર્ટે તેની ધરપકડનું વોરંટ પણ રદ કર્યું છે. આ પહેલા ઈમરાન ખાનની ધરપકડ કરવા આવેલી પોલીસ અને ઈમરાનના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઈમરાનના સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બીજી તરફ ઈમરાન ખાન કોર્ટ જવા નીકળ્યા કે તરત જ પોલીસ તેના ઘરમાં ઘુસી ગઈ અને બુલડોઝરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.