સદગુરુ રણછોડદાસજી મહારાજની ભૂમિ ઉપરથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે ગુરુનો સ્વભાવ,સ્વરૂપ,સ્વધામ સ્વધર્મ વિશે સંવાદ કરીએ છીએ.આપણે જોયું કે માટી કંઈ બોલતી નથી સદગુરુની પ્રાપ્તિ માટે માટી થઈ જવું.પણ કઈ રીતે માટી બનીશું?કેવી રીતે સદગુરુના ચરણની રજ બની શકીશું? ત્રણ વસ્તુથી માટી થઈ શકાય છે.આ સ્થૂળ રૂપમાં માટે નહીં પણ સૂક્ષ્મ રૂપમાં માટી થવાની વાત છે.આપણે સદગુરુ વિશે કેવી રીતે કહી શકીશું એના વિશે કંઈ જાણતા નથી?છતાં પણ તદપિ કહું રહા ન જાય… માટી બનવા માટે આશ્રિતે પોતાને પૂરેપૂરો ખોલવો પડશે, પૂર્ણત: આત્મનિવેદન કરવું પડશે.તુલસીજીના ગુરુ-રતનાવલી પણ ગુરુ છે- નરહરી મહારાજ અને રામચરિત માનસમાં તુલસીજી આત્મનિવેદન કરે છે.એ કહે છે:કરતબ બાયસ,બેસ મરાલા-જે વેદમતને છોડી કપટ અને કળિયુગના ભંડારોથી ભરેલો છે,જે રામ ભગત પોતાને કહેડાવે છે પરંતુ પૈસા,કોહ-એટલે કે ક્રોધ અને કામનો કીંકર-દાસ છે,જે વેશમાં હંસ પરંતુ કરતાબમાં કાગડો છે,જે ભગવાનનો છળકપટ ભરેલો ભગત છે,અસલી નથી, લુચ્ચો છે,આવા લોકોમાં મારો પ્રથમ નંબર આવે છે એવું આત્માનિવેદન તુલસીજી પ્રારંભમાં કરે છે.એ કહે છે કે ધર્મની ધજા લઈ અને દાંભિક બનીને હું ઘૂમિ રહ્યો છું.જો હું મારા અવગુણ કહેવા માગું તો કથાનો પાર ન આવે એટલે પ્રાર્થના કરું કે સયાના-સમજુ-સજ્જન માણસો થોડામાં પણ બધું જાણી જશે.રામકથાનું ગાયન,રામકથા વિશાળ છે\.સારદ,શેષ, મહેશ વિધિ-બ્રહ્મા અગમ નિગમ પુરાણ કોઈ એનો પાર પામી શકતો નથી.પરમ પરમાત્માના ગુણગાન ગાયકોમાં શ્રેષ્ઠ જે સાત છે એ પણ નેતિ-નેતિ કરીને અટકી જાય છે. તો પણ કહ્યા વગર રહી શકાતું નથી! આ માટી બનવાની તૈયારી છે. માટી બનવાનો એક અર્થ છે: ધીરજ રાખો. ધરતીનું લક્ષણ ધૈર્ય છે અને એક જનમમાં ઘટના ન પણ ઘટે. પણ એ પ્રશ્ન ક્યારેય ન થવો જોઈએ કે ક્યાં સુધી ધીરજ રાખવી? જ્યાં સુધી ઘટના ન ઘટે ત્યાં સુધી ધીરજ રાખો.સહન કરો.માટી બધાના પદ પ્રહારને સહન કરે છે અને ક્ષમા કરો.જ્યાં સુધી માટી બનશો સહન કરશો પ્રહાર થશે જ.સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે અને માટી બનવા માટે ધૈર્ય સહનશીલતા અને ક્ષમા કરવી પડે છે. વિપત્તિ પડે ત્યારે વિશ્વાસ રાખો-એ જ એક સૂત્ર છે.
ગુરુનું સ્વધામ કિયું?પાદૂકા જ સ્વધામ છે.ભગવાન રામ અયોધ્યામાં રહ્યા અવધ એનું સ્વધામ હતું,જન્મ નહોતો થયો ત્યારે સાકેત સ્વભાવ હતું,ચિત્રકૂટમાં રહ્યા તો ચિત્રકૂટ,પંચવટી ગયા તો પ્રવર્ષણ પર્વત, લંકામાં સુમેરુ સ્વધામ બની ગયું.પરંતુ ભરતને પૂછો! ભરત કહેશે ભગવાનનું સ્વધામ એકમાત્ર પાદુકા છે. સદગુરુનું સ્વધામ તેની પાદુકા છે.જ્યાં પાદુકા હોય છે ત્યાં તેમને આવવું જ પડે છે.દરેક ક્ષેત્રમાં વિશ્વાસ ડગમગી જાય પણ વિપત્તિમાં વિશ્વાસ રહેવો જોઈએ.જ્યારે વિશ્વાસની જરૂરત છે ત્યારે એ ડગવો ન જોઈએ.શિવજીનું પહેલું સ્વરૂપ રામચરિત માનસમાં કહ્યું છે:અખંડ બોધ સ્વરૂપ.ગુરુ બોધ સ્વરૂપ છે.નિત્ય અખંડમંડલાકાર છે. રામચરિત માનસને સ્પર્શો તો શંકરના ચરણનો સ્પર્શ થયો. કારણ કે માનસ સ્વયમ શિવરૂપ છે.જેમ પાસપોર્ટ આધારકાર્ડ આઇડેન્ટિટી રાખો છો એ રીતે રામચરિત માનસ ને તમારી ઝોળીમાં રાખો.વાંચશો નહીં તો પણ વાંધો નહીં વિશ્વાસ વિપત્તિમાં આવશે.બેરખો નથી ફરતો?વાંધો નહીં બેરખો રાખો,એક દિવસ તમને ફેરવી નાખશે.બીજું સ્વરૂપ છે શાંતરસ વિગ્રહ ધારણ કરેલું હોય. રુદ્રાષ્ટકમાં પાંચ સ્વરૂપ છે: નિર્વાણ સ્વરૂપ-મોક્ષ સ્વરુપ.એ ખુદ મોક્ષ છે. વિભુરૂપ. ગુરુ વિભૂતિ નહીં વિભુ છે.કૃષ્ણ જગતગુરુ છે અને ગીતાના વિભૂતિયોગમાં અનેક વિભૂતિઓ કહીને કહે છે કે વિભૂતિઓનો અંત નથી જો વિભૂતિઓનો અંત નથી તો વિભૂનો અંત કેમ હશે! પાંચમું રૂપ વ્યાપક રૂપ છે.આનાથી વધારે વ્યાપક કંઈ નથી.ચરાચરમાં વ્યાપ્ત છે.છઠ્ઠું રૂપ બ્રહ્મસ્વરૂપ અને સાતમું સ્વરૂપ વેદ સ્વરૂપ છે.આજ નીજ રૂપ,આજ નિર્ગુણ સગુણ આજ આકાર નિરાકાર મૂળ આ સાત છે. રામચરિત માનસમાં વાલ્મિકી સદગુરુના સ્વરૂપને વચન અગોચર-વાણીથી પર કહે છે.શબ્દને સેવવો જોઈએ શબ્દને સેવો ત્યારે જ એમાં રસ,રૂપ,ગંધ અને સ્વાદ આવે છે.અધિકારીના હાથમાં શબ્દ શાસ્ત્ર બની જાય છે અનઅધિકારીના હાથમાં શસ્ત્ર બની જાય છે. સદગુરુનો સ્વધર્મ કયો? કોઈ તેની શરણમાં પહેલીવાર આવે તો પણ અપનાવી લે,પ્રાણીમાત્ર ભૂતમાત્રને અભય કરી દે,સાધુનું પરીત્રાણ કરે.
શિવચરિત્રની કથા બાદ સંક્ષિપ્તમાં રામ જન્મના કારણો કહી રામ પ્રાગટ્યનું મંગલ ગાન કરી સમગ્ર વિશ્વને રામજન્મની વધાઈ સાથે કથાને વિરામ અપાયો.
———————————–
*દ્રષ્ટાંત કથા*
એક ઇતિહાસ છે.૧૯૮૮ માં રશિયા જ્યારે સોવિયેત સંઘ હતું અને એનો એક હિસ્સો આર્મેન્યા હતો. સવારના ૧૧:૨૧ વાગ્યા અને ભયંકર ભૂકંપ થયો.૪૦-૫૦ હજાર માણસો તત્કાળ મરી ગયા, લાખો લોકો ઘાયલ થયા.જે શહેરને બનતા શતાબ્દી લાગે એક સેકન્ડમાં તબાહ થઈ ગયા.એ વખતે,ભુકંપની થોડી કલાક પહેલા,સેમ્યુઅલ નામનો એક રશિયન બાપ પોતાના દીકરા અરમદને સ્કૂલમાં છોડવા જાય છે અને એમ કહે છે કે હું તારી સાથે જ છું.એ કહીને નીકળે છે ને ભૂકંપ આવે છે.રેડિયો ઉપર સતત સમાચાર આવે છે.બચાવ કાર્ય શરૂ થાય છે સેમ્યુઅલ પણ દોડાદોડ કરીને એ સ્કૂલમાં આવે છે. પણ જુએ છે તો કાટમાળનો ઢગલો,કોઈ સલામત હોવાની સંભાવના નથી.બાળકોના મા બાપ મીણબત્તીઓ લઈ અને બેઠા છે.સેમ્યુઅલ પાગલ જેવો થઈ ગયો છે,અને માટી હટાવવા લાગી જાય છે બધા કહે છે કે આ પાગલપન છે કંઈ જ બચ્યું નથી, છતાં પણ હટાવે છે અને છેલ્લો પથ્થર હટાવી રહ્યો છે,એક અવાજ સંભળાય છે:પાપા.. પાપા.. પાપા.. અને એ પથ્થર હટાવે છે,એનો દીકરો જીવતો છે. દીકરો કહે છે કે મને પછી બચાવજો મારી સાથે બીજા ૧૪ બાળકો ડટાયા છે અને સેમ્યુઅલ એમાંથી ૯ બાળકોને જીવતા બચાવે છે.એ વખતે સેમ્યુઅલ તેના બાળકને પૂછે છે કે તારામાં આ કઈ રીતે આવ્યું? ત્યારે બાળક કહે છે કે જ્યારે હું ગૃહકાર્ય કરતો હતો અને આપે કહેલું કે વિપત્તિમાં વિશ્વાસ રાખજે.
*કથા શેર:*
*ગુરુ સામને હૈ?તો ઇશારા કરો;*
*ચલા ગયા?તો પુકારા કરો!*
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, એક શખ્સની ધરપકડ કરી
મહારાષ્ટ્ર : ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના...
Read more