ભારતબેન્ઝના ગ્રાહકોને તેમનો વ્યાવસાયિક નફો વધારવામાં મદદરૂપ થવાના હેતુથી ડેમલર ટ્રક એજીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી)એ ‘ભારતબેન્ઝ રક્ષણા’ નામનો ઇન્ડસ્ટ્રીનો અગ્રણી અપટાઇમ એશ્યોરન્સ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. રક્ષણા પ્રોગ્રામ 48 કલાકની અંદર ભારતબેન્ઝની ટ્રકો અને બસોને સર્વિસ કરીને સોંપી દેવાની બાંયધરી આપે છે. આ પ્રોગ્રામ ભારતબેન્ઝની ઑન-રોડ હૉલેજ ટ્રક્સ, ટિપર્સ, ટ્રેક્ટર ટ્રેલર્સ અને બસોમાં રહેલું એક સ્ટાન્ડર્ડ ફીચર છે, જે વેચાણ વખતે પહેલેથી જ એક્ટિવ પાવર ટ્રેન વૉરન્ટીની સાથે આવે છે, કારણ કે, તે સમગ્ર દેશમાં આવેલા ભારતબેન્ઝના અધિકૃત સર્વિસ સ્ટેશનોમાં સર્વિસ માટે મૂકવામાં આવેલા વાહનોની સમયસર ડીલિવરીની બાંયધરી આપે છે.
ભારતબેન્ઝ રક્ષણા પ્રોગ્રામને લૉન્ચ કરતી વખતે ડીઆઇસીવી ખાતે ભારતબેન્ઝના માર્કેટિંગ, સેલ્સ અને કસ્ટમર સર્વિસના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજારામ કે.એ જણાવ્યું હતું કે, ‘ભારતબેન્ઝ ખાતે અમે સતત ગ્રાહકોના અનુભવને સુધારવા માટે પ્રયત્નશીલ છીએ. એક અપટાઇમ એશ્યોરન્સ પ્રોગ્રામ ‘રક્ષણા’ લૉન્ચ થવાની સાથે જ, અમારા ગ્રાહકોની વ્યાવસાયિક ઉત્પાદકતા અને નફો વધારવા માટે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની અમારી કટિબદ્ધતાની દિશામાં અમે વધુ એક પગલું ભર્યું છે. આ ઉપરાંત, અમે ભારતબેન્ઝના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો મારફતે અમારા ટેકનિશિયનોને નવા કૌશલ્યો શીખવી અને તેમનું કૌશલ્યવર્ધન કરી તેમની કાર્યક્ષમતાને પણ વધારી રહ્યાં છીએ, જેઓ અમારા ટચપોઇન્ટ્સ ખાતે ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ રોડસાઇડ આસિસ્ટન્સ અને સર્વિસ પૂરાં પાડી રહ્યાં છે. અમારો ઉદ્દેશ્ય, ભારતમાં સતત વધતા જઈ રહેલા અમારા ગ્રાહકોના બેઝની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિસેમ્બર 2023 સુધીમાં અમારા ટચપોઇન્ટ્સ અને સર્વિસ બૅની સંખ્યામાં અનુક્રમે 13% અને 17%નો વધારો કરવાનો છે.’
રક્ષણા પ્રોગ્રામમાં શિડ્યૂલ થયેલી સર્વિસિઝ, નજીવા સમારકામ અથવા વાહનોના ખોટકાઈ પડવાના કિસ્સાઓને આવરી લેવામાં આવ્યાં છે. ભારતબેન્ઝના સર્વિસ સેન્ટરમાં પ્રવેશતી 98% ટ્રકો અને બસોને 48 કલાકની અંદર સર્વિસ કરીને ગ્રાહકોને સોંપી દેવામાં આવે છે. જોકે, આ વાહનોને સર્વિસ કરીને સોંપવામાં 48 કલાકથી વધારે સમય લાગશે, તો ભારતબેન્ઝ રક્ષણા પ્રોગ્રામના નિયમો અને શરતો મુજબ ગ્રાહકોને તેનું વળતર ચૂકવશે. તેની આ વિશેષતા રક્ષણા પ્રોગ્રામને ભારતીય કૉમર્શિયલ વ્હિકલ ઇન્ડસ્ટ્રીની સૌથી વિશિષ્ટ સર્વિસ પહેલ બનાવે છે. સર્વિસની કામગીરી પૂરી કરવામાં થયેલા વિલંબ માટે ચૂકવવામાં આવતું વળતર સર્વિસમાં થયેલા ખર્ચની એક ચોક્કસ ટકાવારી હશે. ભારતબેન્ઝ તેની શરૂઆતથી જ ભારતની કૉમર્શિયલ વ્હિકલ ઇન્ડસ્ટ્રીમાં ટ્રક્સની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંથી એક હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે અનેતે તેના ઉત્કૃષ્ટ એન્જિનીયરિંગ, સલામત વાહનો અને અપટાઇમ એશ્યોરન્સ માટે જાણીતી છે. અમારી બ્રાન્ડની ડીલરશિપ અને સર્વિસ સ્ટેશનો પ્રમુખ્ય રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે પર આવેલા છે, જે તમામ પ્રકારના ગ્રાહકોને સુગમતા અને સ્થિતિસ્થાપકતા પૂરાં પાડે છે. ભારતબેન્ઝ સમગ્ર ભારતમાં 300થી વધારે ટચપોઇન્ટ્સ ધરાવે છે, જે ગોલ્ડન ક્વૉડ્રિલેટરલ નોર્થ-સાઉથ અને ઇસ્ટ-વેસ્ટ કોરિડોર પર આવેલા રાષ્ટ્રીય રાજમાર્ગોને આવરી લે છે અને ગ્રાહકો આ હાઇવે પર ફક્ત બે કલાકની અંદર અહીં પહોંચી શકે છે. ભારતબેન્ઝની ટ્રક્સ નિઃશંકપણે ભારતમાં અકસ્માત માટે પરીક્ષણ કરવામાં આવેલી સૌથી સલામત કેબિનો ધરાવે છે, જે હજુ ભારતમાં લાગુ પણ નહીં થયેલા યુરોપીયન કેબ-ક્રેશ રેગ્યુલેશન્સ મુજબ સલામતીના સર્વોચ્ચ ધોરણોની જરૂરિયાતોને પૂરી કરે છે.