મહારાષ્ટ્રના નાગપુરમાં ય્-૨૦ સમિટની બેઠક પહેલા ભીખ માંગવા પર મૂકાયો પ્રતિબંધ, ૩૦ એપ્રિલ સુધી રહેશે લાગુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં જી૨૦ સમિટની બેઠક પહેલા ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકાયો છે. શહેર પોલીસ વડા અમિતેશ કુમારે પ્રતિબંધ અંગે આદેશ જારી કર્યા છે. પોલીસ વડાએ કલમ ૧૪૪ હેઠળ બુધવારે જાહેર કર્યું કે, જે વ્યક્તિઓ અથવા જૂથોને ભીખ માંગવા અથવા પસાર થતા લોકોને પૈસા ચૂકવવા દબાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને આ પ્રતિબંધ ૩૦ એપ્રિલ સુધી લાગુ રહેશે. આ નિયમ ૩૦ એપ્રિલ સુધી લાગુ રહેશે. અમિતેશ કુમારે કહ્યું કે આ ર્નિણય ૧૯-૨૦ માર્ચના રોજ થનારી ય્૨૦ સમિટ અને બેઠકોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પોલીસ વડાએ એ હકીકતને રેખાંકિત કરી હતી કે ઘણા ભિખારીઓ ‘વાંધાજનક કૃત્યો’માં સામેલ હતા, લોકોને પૈસા ચૂકવવા દબાણ કરે છે. કુમારે કહ્યું કે ભિખારીઓ ટ્રાફિકને સરળ રીતે ચલાવવામાં અવરોધ ઉભો કરે છે.

નાગપુર પોલીસ વડાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ સાર્વજનિક સ્થળે ભીખ માંગતો જોવા મળે છે તો તેને એકથી છ મહિના સુધી જેલમાં મોકલી શકાય છે. તેમણે કહ્યું કે સંજોગોના આધારે કાયદાની અન્ય કલમો પણ લાગુ કરવામાં આવશે. અગાઉ અમિતેશ કુમારે ટ્રાન્સજેન્ડરોને ટ્રાફિક જંકશન, સાર્વજનિક સ્થળોએ ભીખ માંગવાથી રોકવા માટે સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરી હતી અને તેમને લગ્ન અને આવા સ્થળોએ દાન માંગવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે બાદમાં પોલીસ વડાએ નિયમો હળવા કર્યા હતા. તેણે કહ્યું હતું કે જો કોઈ તેમને (ટ્રાન્સજેન્ડર) આમંત્રણ આપે છે તો તેઓ આવી જગ્યાઓ પર જઈ શકે છે.

પોલીસ વડા અમિતેશ કુમારે જણાવ્યું હતું કે રસ્તાઓ પર ભિખારીઓની હાજરીથી શહેરનું નામ ખરાબ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાહનચાલકો પાસેથી ભીખ માંગવી એ એક ઉપદ્રવ બની ગયું હતું. રાહદારીઓને પણ ભિખારીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા. આ લોકો ટ્રાફિક લાઇટ, રોડ ડિવાઇડર અને ફૂટપાથ પર કબજો જમાવતા હતા.”

Share This Article