બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહે દુનિયાભરમાં પોતાની એક્ટિંગ સ્કિલ સાબિત કરી છે. ફેન્સ તેની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે, અને તેના વખાણ કરતા થાકતા નથી. અભિનેતાનું વાસ્તવિક જોડાણ પહેલેથી જ થિયેટર સાથે રહ્યું છે, પરંતુ તેમને વાસ્તવિક સફળતા માત્ર બોલિવૂડમાંથી જ મળી. જોકે, કોઈ પણ મુદ્દે નસીરુદ્દીન શાહે હંમેશા બોલિવૂડ ફિલ્મોની ટીકા કરી છે. તે ખૂબ જ ખુલીને કહેતા હોય છે કે કોમર્શિયલ ફિલ્મો કરવાને કારણે તે તેની કારકિર્દીમાં મજબૂત ભૂમિકાઓ કરી શક્યો નથી અને આનાથી તે હંમેશા નિરાશ થાય છે.
હાલમાં તે OTT પ્લેટફોર્મ પર વેબ સીરિઝ ‘તાજ ડિવાઈડેડ બાય બ્લડ’માં અકબરની ભૂમિકા ભજવતો જોવા મળશે. જોકે, પ્રાપ્ત માહિતી મુજબ તેમણે બોલિવૂડ પર નિશાન સાધી સાઉથ સિનેમાના વખાણ કર્યા છે. નસીરુદ્દીન શાહે તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મો પણ તેમની કલ્પના પર કામ કરે છે. ભલે તેમાં તર્કનો અભાવ હોય, પરંતુ ઓછામાં ઓછા તેઓનું કન્ટેન્ટ ઓરિજનલ હોય છે.
નસીરુદ્દીન શાહ માને છે કે, છોકરીઓ એક લાઈનમાં ઉભા રહીને ડાન્સ કરે છે અને વચ્ચે એક સેન્ટર ડાન્સર પણ નથી હોતી. મને લાગે છે કે, સાઉથની ફિલ્મોમાં વધુ મહેનત કરવામાં આવે છે, અને એમા નવાઈ નથી કે, હાલ તેમની ફિલ્મો હિન્દી ફિલ્મો કરતાં સારું કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો છે. જ્યાં એક તરફ બોલિવૂડ ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન ઘટતું જોવા મળ્યું તો, બીજી તરફ સાઉથની ફિલ્મોએ દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી અને પોતાની અલગ ઓળખ બનાવી. આજે તેની ફિલ્મોની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોલિવૂડના ખરાબ દિવસોનો અંત લાવ્યો છે. આ ફિલ્મે હાલમાં જ ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ઉપરાંત, આ ફિલ્મ હિન્દી સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.