અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ દ્વારા ડિસ્કવર યોર ચાઈલ્ડ કાર્નિવલ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલનો આજે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદ પટેલ, ભાજપ અગ્રણી કે.સી. પટેલ, નેસ્ટ પબ્લિક સ્કૂલના સંચાલન ચિરાગ શાહ, મિહિર દેસાઈ સહિત મોટી સંખ્યામાં વાલીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ કાર્નિવલ ૧૯ ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. જેમાં નવીશિક્ષણ નીતિને મધ્યબિન્દુમાં રાખીને ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અવનવા ૮૦પ્રોજેક્ટો તૈયાર કર્યા છે.
આ અંગે નેસ્ટ પબ્લિક સ્કૂલના સંચાલક ચિરાગ શાહ અને મિહિર દેસાઈએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવે છે. આ વખતની થીમ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ અવનવા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે.
નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓને અનેક સ્કિલની જરૂર પડવાની છે ત્યારે ૧૫૦૦થી વધુ બાળકોએ ડો. વિક્રમ સારાભાઈની ટીમના માર્ગદર્શન હેઠળ ૮૦થી વધુ પ્રોજેક્ટો તૈયાર કર્યા છે. આ પ્રોજેક્ટો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખૂબજ મદદરૂપ થનાર છે અને સાથે વાલીઓને પણ માર્ગદર્શન મળી રહે તે માટે પણ આ તમામ પ્રોજેક્ટોનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓ આવનાર તમામ વાલીઓને આ પ્રોજેક્ટો અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. નેસ્ટ પબ્લિક સ્કૂલ આ કાર્નિવલ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ દ્વારા અમૂલ્ય સ્કિલ અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ થાય તેવા ઉંડા આશયથી સ્કૂલ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કાર્નિવલ કરતું આવ્યું છે.
સાબરમતી મત વિસ્તારના ધારાસભ્ય હર્ષદ પટેલે પણ વિદ્યાર્થીઓના તમામ પ્રોજેક્ટો નિહાળ્યા હતા. સ્કૂલના સંચાલકો, શિક્ષકોને અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવાતં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના માર્ગદર્શન હેઠળ નવી શિક્ષણનીતિ તૈયાર કરવામાં આવી છે. જેને આજે નેસ્ટ પબ્લિક સ્કૂલે આ પ્રોજેક્ટો તૈયાર કરીને નવી શિક્ષણનીતિનું લોકોને માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
નેસ્ટ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી ભણવાની સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે હંમેશા કટિબદ્ધ રહે છે. વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમો થકી મોટીવેશન મળી રહે તે માટે શિક્ષકો પણ ખાસી એવી જહેમત ઉઠાવે છે.