સેલવાસા સ્થિત સ્ટરલાઇટ પાવરની ઓપ્ટિરકલ ગ્રાઉંડ વાયર (ઓપીજીડબ્લ્યૂ) ફેસિલિટીને મેશનલ એક્રીડિશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી એટલે કે એનએબીએલ દ્વારા એક પ્રતિષિઠિક માન્યતા પ્રાપ્ત થઇ છે. આ પ્રથમ વાર છે કે જ્યારે ભારતમાં કોઇ ઓપીજીડબ્લ્યુ લેબોરેટરીને ઓપીજીડબ્લ્યુ કેબલ્સ, એસીએસ વાયર્સ, એલોય વાયર્સ અને ઓપ્ટિકલ્સ ફાઇબર્સના પરીક્ષણો માટે આ રેટિંગ મળ્યું છે. આ રેટિંગની સાથે સ્ટરલાઇટ દ્વારા નિર્મિત ઉત્પાદનોનો ઉપયોગકર્તાના દેશોમાં વિના કોઇ પુનર્પરીક્ષણ કરી શકાય છે. આ રીતે ખર્ચના બચત થાય છે.
આ વિશે જણાવતા સ્ટરલાઇટ પાવરના ગ્રુપ સીઇઓ પ્રતીક અગ્રવાલે કહ્યું કે ભારત માટેપોતાના મેક ઇન ઇંડિયા વિઝનને પ્રાપ્ત કરવા અને ઉચ્ચત્તમ માપદંડયુક્ત ઉત્પાદનોની દુનિયાભારમાં આપૂર્તિ કરવા માટે અત્યાધુનિક પરીક્ષણ એકમોની જરૂરિયાત છે. આ પ્રમાણન તે દિશામાં વધુ વૈશ્વિક બજારોમાં એક ઉત્તમ ભૂમિકા નિભાવવાની દિશા તરફનું પગલુ છે.