કોરોના વાયરસની મારથી હજૂ દુનિયા બહાર નથી આવી. કોવિડ-૧૯ના મારથી અસ્ત વ્યસ્ત થયેલી અર્થવ્યવસ્થા જેમ તેમ કરીને પાટા પર આવી રહી છે. પણ હવે જાપાનમાં બીજી એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાપાનમાં હવે ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં ફ્લૂના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે, મહામારીની ચેતવણી આપવી પડે તેવા સ્તરે પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય શનિવારે કહ્યું કે, ૨૯ જાન્યુઆરીએ ખતમ થયેલ અઠવાડીયામં આખા જાપાનમાં ફ્લુના દર્દીઓની સંખ્યા દેશમાં મહામારીની ચેતવણી સ્તર પર પહોંચી ગઈ છે. નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંફેક્શિયસ ડિઝિઝ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાના હવાલેથી કહ્યું કે, દેશભરમાં ચિકિત્સા સંસ્થામાં દર્દીઓની સંખ્યા સરેરાશ ૧૦.૩૬ છે. જે ચેતવણી સ્તરના ૧૦ બેન્ચમાર્કને પાર કરી ગઈ છે. ચેતવણીના સ્તર આવનારા ચાર અઠવાડીયામાં મહામારી આવવાની આશંકાના સંકેત આપે છે.
આંકડાથી જાણવા મળે છે કે, જાપાનમાં તમામ ૪૭ પ્રાંતોમાં લગભગ ૫૦૦૦ દેખરેખવાળી હોસ્પિટલો નિયમિત રીતે સાત દિવસના ગાળા દરમિયાન કુલ ૫૧,૦૦૦થી વધારે કેસ હોવાની જાણકારી સામે આવી છે. પ્રાન્તમાં પ્રતિ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ઓકિનાવામાં ૪૧.૨૩ પર સૌથી વધારે બાદ ફુકુઈમાં ૨૫.૩૮, ઓસાકામાં ૨૪.૩૪ અને ફુકુઓકામાં ૨૧.૭૦ દર્દીઓની સંખ્યાની જાણકારી આપી છે.