ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી-૨૦ અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ T-૨૦ મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ભારતે ન્યુઝીલેન્ડને ૧૬૮ રને કારમો પરાજય આપ્યો હતો. ભારતે પહેલા તો બેટિંગમાં જ એક જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમાં શુભમન ગિલની સદીનો સમાવેશ પણ થાય છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી લીધો હતો અને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો. આ મેચમાં ઇન ફોર્મ બેટ્સમેન શુભમન ગિલે વધુ એક સદી ફટકારી દીધી છે.
ભારતની ટીમને સારી શરૂઆત અપાવનાર શુભમન ગિલે એક છેડો સંભાળીને ટીમના સ્કોરને પણ ૨૦૦ ને પાર પહોંચાડી દીધો હતો. ટાર્ગેટનો પીછો કરવા માટે મુલાકાતે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય મેચમાં જીતની આસપાસ દેખાઈ ન હતી. તેની ૫ વિકેટ માત્ર ૨૧ રનમાં પડી ગઈ હતી. ટીમના ૯ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. ડેરીલ મિશેલે સૌથી વધુ ૩૫ રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. આ સિવાય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને પણ ૨-૨ વિકેટ મળી હતી. શુભમન ગિલે ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે રન કરવાના વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાખ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં શુભમને ૧૨૬ રન માત્ર ૬૩ બોલ રમીને કરી લીધા હતા. શુભમન ગિલ ઓપનિંગમાં ઈશાન કિશન સાથે ઉતાર્યો હતો. કિશન આજે પણ ફ્લોપ રહ્યો હતો. ત્યાર પછી રાહુલ ત્રિપાઠીએ જોરદાર ફટકાબાજી કરતાં ૪૪ રન ધડાધડ બનાવી દીધા હતા. જો કે તે પોતાની ફિફ્ટી પૂરી કરી શક્યો નહોતો અને કેચ આઉટ થઈ ગયો હતો. ત્યાર પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સાંભળી લીધી હતી અને ૧૭ બોલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૩૦ રન ફટકાર્યા હતા. સામે છેડે ઓપનર ઇન ફોર્મ બેટર ઈશાન કિશન આગવા ટચમાં દેખાયો હતો. આ જીત સાથે ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો ટી-૨૦ વિજય નોંધાવ્યો હતો. રનના હિસાબે ભારતની આ સૌથી મોટી જીત છે. અગાઉ ૨૦૧૮માં ટીમે આયર્લેન્ડને ૧૪૩ રનથી હરાવ્યું હતું. તેમની ટીમે શ્રેણી ૨-૧થી જીતી હતી. ભારતે બુધવારે T૨૦ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને ૧૬૮ રનથી હરાવ્યું હતું.
શુભમન ગિલની સદીના આધારે ભારતે ટી-૨૦ સિરીઝ પર કબજો જમાવ્યો છે. ભારત આ સાથે જ ઘર આંગણે સૌથી વધારે ૫૦ ટી-૨૦ મેચ જીતનાર પહેલી ટીમ બની ગઈ છે. ટી-૨૦ ઈન્ટરનેશનલની ગિલની પ્રથમ સદીના આધારે ભારતે પ્રથમ રમતમાં ૪ વિકેટે ૨૩૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ગિલે ૬૩ બોલમાં અણનમ ૧૨૬ રન બનાવ્યા હતા. જેમાં ૧૨ ફોર અને ૭ સિક્સર ફટકારી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ૧૨.૧ ઓવરમાં ૬૬ રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા ભારતે કીવી ટીમને વનડે શ્રેણીમાં ૩-૦થી મોટી હાર આપી હતી. વર્ષ ૨૦૨૩ની વાત કરીએ તો ભારતે સતત ચોથી શ્રેણી જીતી હતી. આ પહેલા ટીમે શ્રીલંકા સામેની વનડે અને ટી-૨૦ શ્રેણી પણ જીતી હતી.