ઝારખંડના પલામૂ જિલ્લાના પાટન બ્લોકના લોઈંગા ગામમાં રસી આપ્યા બાદ 3 બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે 6 બાળકોની હાલત ગંભીર છે.
ગામમાં રસી બાદ ત્રણ બાળકોના નીપજતા અરેરાટી ફેલાઇ ગઇ છે. શનિવારના રોજ બાળકને ડીપીટી, ખસરા અને જાપાનીઝ એન્સેફાલીટીસની રસી આપવામાં આવી હતી. રસી આપ્યા કલાકો બાદ બાળકોની તબિયત લથડવા લાગી. બાળકોને જાડા-ઉલ્ટી થવા લાગ્યા. તાવ આવ્યો અને આંખો પીળી પડી ગઈ. 9 બાળકો અને 15 પ્રેગનેન્ટ મહિલાઓને પણ રસી અપાઈ હતી.
આ અંગે વહીવટીતંત્રે તપાસનો આદેશ આપ્યો છે. મૃત્યુ પામનાર બાળકોના પરિવારજનોને સરકાર તરફથી 1-1 લાખ રૂપિયા આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. આ ઘટના વિશે મુખ્યમંત્રી રઘુવર દાસે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા તેમજ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કર્યુ છે.
દોષીઓને કડક સજા આપવામાં આવશે તેમ કહ્યું. આરોગ્ય વિભાગે દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ઘટના બાદ રોષે ભરાયેલા પરિવારજનોએ મૃતદેહો લઈને નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ખોટી રસી લગાવવાથી બાળકોના મોત થયા છે.