નાઈજીરિયાના ઉત્તર-મધ્ય ક્ષેત્રમાં બોમ્બ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. રાજ્ય સરકારના એક અધિકારીએ આ જાણકારી બુધવારે આપી. રિપોર્ટ મુજબ આ ઘટના મંગળવારે રાતે ઉત્તર મધ્ય નાઈજીરિયાના નસરવા અને બેન્યુ રાજ્ય વચ્ચે ઘટી. મળતી માહિતી મુજબ નાઈજીરિયાના મિયાતી અલ્લાહ કેટલ બ્રીડર્સ એસોસિએશનના પ્રવક્તા તસીઉ સુલેમાને કહ્યું કે પશુ ચરવતા ફુલાનીનો એક સમૂહ પોતાના પશુઓને લઈને બેન્યુથી નસરવા જઈ રહ્યો હતો. જ્યાં અધિકારીઓએ જાનવરોને ચરાવવા વિરોધી કાયદાનો ભંગ કરવા બદલ તેમને જપ્ત કરી લીધા હતા. રોયટર્સના અહેવાલ મુજબ સુલેમાને કહ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા ૫૪ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. નસરવાના ગવર્નર અબ્દુલ્લાહી સુલેએ અત્યાર સુધી વિસ્ફોટમાં થયેલા મોત અંગે કોઈ જાણકારી શેર કરી નથી અને સાથે સાથે એ પણ જણાવ્યું નથી કે વિસ્ફોટ પાછળ કોનો હાથ હોઈ શકે છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી રહ્યા છે જેથી કરીને સુનિશ્ચિત થઈ શકે કે આ ઘટનાને કારણે ઉત્પન્ન તણાવને ઓછો કરી શકાય.
જર્મનીના મ્યુનિક શહેર નજીક એક ડ્રાઇવરે લોકોના ટોળામાં ગાડી ઘૂસાડી દીધી
જર્મનીના મ્યુનિક શહેર નજીક એક ડ્રાઇવરે લોકોના જૂથ પર વાહન અથડાવી દીધું હતું, જેમાં ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા,...
Read more