૭ વર્ષની બાળકીને અચાનક જ આંચકી ઉપડતાં તેના હાથમાંથી તેનો વહાલસોયો નીચે પટકાયો હતો, ગંભીર રીતે ઘવાયેલા છ માસના બાળકનું રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સરસઇ ગામે રહેતા હેતલબેન ગોપાલભાઇ રામાણી તા.૧૮ના પોતાના ઘરે હતા.ત્યારે તેમના છ માસના પુત્ર વિહાનને તેમની સાત વર્ષની પુત્રી રમાડી રહી હતી, બહેન જે રીતે તેના ભાઇને રમાડતી હતી તે દૃશ્ય જોઇને માતા હેતલબેનને પણ ખુશી સમાતી નહોતી પરંતુ તે વખતે જ અચાનક સાત વર્ષની પુત્રીને આંચકી ઉપડતા તેના હાથમાંથી તેનો વહાલસોયો વિહાન નીચે પટકાયો હતો. માસૂમ વિહાનને માથામાં ગંભીર ઇજા થતાં તેને શરૂઆતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યાંથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને સોમવારે રાત્રે વિહાનનું મોત નીપજ્યું હતું.
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણનુ મંદિર, કેદી વિદ્યાર્થીઓનું 100 ટકા પરિણામ
ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત...
Read more