કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ૧૮ વર્ષની ઉંમર પહેલાની યુવતીના લગ્નને રદ કરી શકાય નહીં. બેન્ચે આ અંગે ફેમિલી કોર્ટનો પહેલાનો આદેશ પણ રદ કરી નાખ્યો. ચીફ જસ્ટીસ પી બી વરાલે અને ન્યાયમૂર્તિ એસ વિશ્વજીત શેટ્ટીએ આ આદેશ હાલમાં જ એક યુવતી દ્વારા આ મામલે દાખલ કરાયેલી અરજી પર આપ્યો. બેન્ચે કહ્યું કે હિન્દુ વિવાહ અધિનિયમની કલમ ૫(૩) મુજબ વરની ઉંમર ૨૧ વર્ષ અને વધુની ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ. બેન્ચે કહ્યું કે વિવાહ માટે ૧૮ વર્ષની ઉંમર નિર્દિષ્ટ કરનારા નિયમને અધિનિયમની કલમ ૧૧થી બહાર રાખવામાં આવી રહ્યો છે. વિવાહ રદ કરવા ઉપરાંત તથ્યોને કલમ ૫ અને નિયમ ૧, ૪, અને ૫ની વિપરિત હોવું જોઈએ. આથી આ મામલે વિવાહને રદ કરવાનું લાગુ થશે નહીં.
અત્રે જણાવવાનું કે ફેમિલી કોર્ટે અરજીને સ્વીકારતા કહ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટ મુજબ દુલ્હનની ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ અને આ મામલે દુલ્હનની ઉંમર ૧૬ વર્ષ, ૧૧ મહિના અને ૮ દિવસ હતી. કોર્ટે કહ્યું હતું કે આ વિવાહ હિન્દુ વિવાહ અધિનિયમની કલમ ૧૧ હેઠળ માન્ય ગણાશે નહીં. ફેમિલી કોર્ટે ૮ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ લગ્ન રદ કરવા મામલે આદેશ આપ્યો હતો. આ આદેશ વિરુદ્ધ પત્ની સુશીલાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.