ભારત દેશમાં 34 કરોડ પોસ્ટ ઓફિસ આવેલી છે, અને જલ્દી જ દરેક પોસ્ટ ઓફિસમાં ડિજીટલ બેન્કિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકાશે. સરકારે ખાતાધારકોના ખાતાઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખાતાધારકોને કોઇ પણ બેન્કમાં રકમ ટ્રાન્સફર કરવાની સુવિધા મળી જશે.
આ જ વર્ષમાં મે અથવા સપટેમ્બર મહિનામાં જ ખાતા આઇ.પી.પી.બીમાં જોડાવાના શરૂ થઇ જશે. આ નવા ફેસલા દ્વારા દેશનુ સૌથી મોટુ બેન્કિંગ નેટવર્કિંગ તૈયાર થશે. જેનું કારણ છે કે ભારતીય પોસ્ટે 1.55 લાખ પોસ્ટ ઓફિસને આઇ.પી.પી.બી સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. આ 34 કરોડ ખાતામાં 17 કરોડ પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક એકાઉન્ટ છે અને બીજા રેકરિંગ ડિપોઝીટ ખાતા છે.
ઇન્ડિયા પોસ્ટ દ્વારા બેન્કિંગ સુવિધા શરૂ કરી દીધી છે, પરંતુ હાલ તે સુવિધા ફક્ત પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે જ છે.ખૂબ જ જલ્દી દરેક ખાતાધારકો આ સુવિધાનો લાભ લઇ શકશે.