યુક્રેન હેલિકોપ્ટર દુર્ઘટનામાં 18 મૃતકોને મોરારીબાપુની દરેકને 5000 યુક્રેનિયન રીનિયાની સહાય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

યુક્રેનમાં ગઈકાલે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતાં રાજધાની કિવમાં તે બાલમંદિર પાસે પડ્યું હતું.તેમાં બે બાળકો સહિત કુલ 18 વ્યક્તિઓ મૃત્યુ પામ્યાંના અહેવાલ છે. આ તમામના પરિવારજનો 5000 યુક્રેનિયન રીનિયાની  સહાય પુ.મોરારીબાપુ દ્વારા કરવામાં આવી છે. આ સહાય વ્યાસપીઠના સાથે જોડાયેલાં સેવાભાવી લંડન સ્થિત લોડૅ શ્રી ડોલરભાઈ પોપટના સુપુત્ર શ્રી પાવનભાઈ પોપટ દ્વારા પહોંચતી કરવામાં આવશે. 5000 યુક્રેનિયન રિનિયાના ભારતીય ચલણમાં રુ 11000 થાય છે તે મુજબ બધાં મળીને ને 1,98,000 ની સહાયતા ચિત્રકુટધામ તલગાજરડાની હનુમંત પ્રસાદીરુપે પહોંચતી થશે.

તમામના નિર્વાણ માટે બાપુએ દુઃખ વ્યક્ત કરી શાંતિ પ્રાર્થના કરી છે.

Share This Article