ભારતની અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુટર કંપની, ડીશ ટીવી ઇન્ડિયા લિમિટેડના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા OTT પ્લેટફોર્મમાંથી એક એવા WATCHO દ્વારા વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત અવૈધ (ગેરકાયદેસર) સંબંધો પર આધારિત ઓરિજનલ વેબ સિરીઝ “અવૈધ”ના પ્રારંભ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવી છે. અવૈધ એ ગેરકાયદેસર સંબંધોની થીમ પર કેન્દ્રિત આઠ અલગ-અલગ સ્ટોરીનો સંગ્રહ છે, જેમાં પ્રત્યેક દરેક સ્ટોરીમાં અનપેક્ષિત અંત આવે છે, જેથી દર્શકોને આ સ્ટોરીઓ તેમની જગ્યાએથી ખસવા નહીં દે. 13 જાન્યુઆરીએ WATCHO એક્સક્લુઝિવ પર આ વેબ સિરીઝનો પ્રીમિયર શો કરવામાં આવશે.
અવૈધમાં કામકાજના સ્થળ પર થતા જાતીય શોષણની સ્ટોરી, પરિવારમાં દંપતીના જીવન પર અસર કરતી પ્રણય ત્રિકોણની સ્ટોરી, સામાજિક જટિલતાઓનો સામનો કરતી સ્ટ્રગલિંગ અભિનેત્રી એટલે કે કારકિર્દીમાં પ્રગતિ માટે સંઘર્ષ કરી રહેલી અભિનેત્રીના સંબંધોની સ્ટોરી, વન-નાઇટ સ્ટેન્ડની સ્ટોરી તેમજ એક ટીનએજર અને આધેડ વચ્ચેના પ્રેમ સંબંધોની સ્ટોરીનો સમાવેશ થાય છે. અવૈધ એ સંબંધોના આટાપાટા અને સ્ટોરીના મૂળ વિષયના પરિણામોને સામે લાવતી વાતો બતાવવામાં આવી છે. અવૈધ એ એક ઉત્તેજક કહાનીઓનો સંગ્રહ છે જે દર્શકોને સાચું શું અને ખોટું શું તે અંગે વિચારતા કરી દેશે.
તરુણ ચોપરા દ્વારા ખૂબ જ સારી અને ખંતપૂર્વક અવૈધની આઠ જુદી જુદી સ્ટોરીનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે અને ક્રેસેન્ડો ફિલ્મ્સ પ્રોડક્શન, સુરેશ થોમસ અને મોહિત શ્રીવાસ્તવ દ્વારા તેને પ્રોડ્યૂસ કરવામાં આવી છે. આ સ્ટોરીઓ દિલશાદ પટેલ અને વિકાસ કુમાર દ્વારા લખવામાં આવી છે. ઉર્વશી ધોળકિયા, નાસિર ખાન, વિકાસ વર્મા, રાકેશ પૌલ, પ્રિયંકા સૂદ અને આશિષ નરુલા સહિતના પ્રભાવશાળી કલાકારોના ગ્રૂપે તેમાં અભિનય આપ્યો હોવાથી આ વેબસિરીઝ દર્શકો માટે વધુ જોવાલાયક બની જાય છે.
આ વેબસિરીઝના લોન્ચિંગ પર ટિપ્પણી કરતા ડીશ ટીવી ઇન્ડિયા લિમિટેડના, ડીશ ટીવી અને WATCHOના કોર્પોરેટ હેડ –માર્કેટિંગ શ્રી સુખપ્રીતસિંહે જણાવ્યું હતું કે, “WATCHO પર દર્શકો માટે ગેરકાયદે સંબંધોનો સંગ્રહ લાવવા બદલ અમે ઘણા રોમાંચિત છીએ. આ સિરીઝ દર્શકો મનોરંજન પૂરું પાડવાની સાથે સાથે તેમને સંબંધોની જટિલતાઓ અને તેના લાંબા ગાળાના પરિણામો વિશે વિચારવા માટે પણ મજબૂર કરી દેશે. વાસ્તવિક જીવનની ઘટનાઓ પરથી પ્રેરિત આ રસપ્રદ સંગ્રહમાં એક અદ્ભુત કાસ્ટ અને ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “WATCHO તેના દર્શકોને ફ્રેશ અને આકર્ષક કન્ટેન્ટ સાથે મનોરંજન આપવાનો નિરંતર પ્રયાસ કરે છે. અવૈધનું લોન્ચિંગ એ મનમોહક કથા સાથે રસપ્રદ સ્ટોરીને દર્શકો સમક્ષ લાવવાનો પ્રયાસ છે. અમને ખાતરી છે કે, આ નવી સિરીઝ અમારા દર્શકોમાં ચોક્કસ જકડી રાખશે અને સતત વિસ્તરણ કરવામાં આવી રહેલા અમારા કન્ટેન્ટના સમૂહમાં વિશેષ કલગી સમાન રહેશે.”
આ સિરીઝના એપિસોડમાં અભિનય આપનારી એક મુખ્ય અભિનેત્રી, ઉર્વશી ધોળકિયાએ જણાવ્યું હતું કે, “WATCHOની નવી વેબ સિરીઝ અવૈધનો હિસ્સો બનીને આ પ્રોજેક્ટમાં કામ કરવું એ મારા માટે એક અદ્ભુત વાત છે. તેની દરેક સ્ટોરી અનોખી છે અને મને ખાતરી છે કે તે દર્શકોના દિલ પર કાયમી છાપ છોડશે. સૌથી સારી બાબત એ છે કે, આખી વેબ સિરીઝ ઝડપી સ્નેકેબલ ફોર્મેટમાં હશે, જેના માટે WATCHO જાણીતું છે, અને તેણે અવૈધને એવા દર્શકો માટે બનાવેલી વેબ સિરીઝ પુરવાર કરશે કે જેઓ ગમે ત્યાં હરતા-ફરતા પણ આકર્ષક સ્ટોરી જોવાનું પસંદ કરતા હોય છે.”
અભિનેતા વિકાસ વર્માએ પણ ‘અવૈધ’માં અભિનય આપવા બદલ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે, “મને ‘અવૈધ’નો ભાગ બનવા બદલ ખૂબ જ રોમાંચની લાગણી અનુભવાઇ રહી છે કારણ કે આવા અદ્ભુત ગ્રૂપ અને સમગ્ર ક્રૂ સાથે કામ કરવામાં ખરેખર આનંદ મળે છે. દરેક સ્ટોરીમાં અનોખો વળાંક અને અણધાર્યો અંત આવે છે, અને મને ખાતરી છે કે આ સિરીઝમાં કામ કરતી વખતે મને જેટલો આનંદ મળ્યો એટલો જ આનંદ WATCHOના દર્શકો જ્યારે તેને જોશે ત્યારે માણી શકશે.”
અભિનેતા રાકેશ પૌલે પણ આ સિરીઝમાં કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, “અવૈધ એ ડાર્ક ઇન્ટરપર્સનલ ડાયનેમિક્સ (પારસ્પરિક સંબંધોની અંધારી બાજુના આટાપાટા)ને ઉજાગર કરતી અનોખી રજૂઆત છે. શોના આશ્ચર્યજનક અંત દર્શકોને ચોક્કસ અચંબામાં મૂકી દેશે, જે શોના ક્રિએટીવ વિઝનનો પુરાવો હશે. મને વિશ્વાસ છે કે, આ શો ભારતીય વેબ સિરીઝના લેન્ડસ્કેપમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે.”