ઈટાલિયન પિયાજિયો ગ્રુપની 100 ટકા સબસિડિયરી, નાનાં કમર્શિયલ વાહનોની ભારતની અગ્રણી ઉત્પાદક, 3-વ્હીલર ઈલેક્ટ્રિક મોબિલિટીમાં આગેવાન પિયાજિયો વેહિકલ્સ પ્રા. લિ. (પીવીપીએલ) દ્વારા વર્ષ 2022માં 10,000થી વધુ ઈવી ડિલિવરી કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
પિયાજિયો વેહિકલ્સે 3-વ્હીલર કમર્શિયલ ઈવી રજૂ કરીને ઉદ્યોગમાં નવી પહેલ શરૂ કરી હતી અને 2019માં તેની સૌપ્રથમ કમર્શિયલ 3-વ્હીલર ઈલેક્ટ્રિક વેહિકલ આપે ઈલેક્ટ્રિક રજૂ કરી હતી. આ પછી પીવીપીએલે લગભગ 40 ટકા માર્કેટ શેર સાથે એલ5 શ્રેણીમાં આગેવાનીનું સ્થાન જાળવી રાખ્યું છે. આપે ઈલેક્ટ્રિક ફિક્સ્ડ અને સ્વેપેબલ બેટરી સોલ્યુશનમાં ઉદ્યોગમાં ઈલેક્ટ્રિક 3વ્હીલર શ્રેણીમાં પ્રોડક્ટોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
આ સિદ્ધિ વિશે બોલતાં પિયાજિયો વેહિકલ્સ પ્રા. લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડિયેગો ગ્રાફીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ઈવી ટેકનોલોજીનો સ્વીકાર અને અપનાવવાનો દર અદભુત છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમે સ્થાપિત કર્યું છે કે 3-વ્હીલર ઈવી અપનાવવાનું બહુ જ ફાયદાકારક છે અને તે એન્ટરપ્રેન્યોર અને બીટુબી બિઝનેસ માટે બહુ ફાયદાકારક છે. અમારી 3-વ્હીલર ઈવી પ્રોડક્ટ ભારતના ઈવી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારા નોંધપાત્ર યોગદાનને અમે ચાલુ રાખ્યું છે તે સાથે ઉદ્યોગમાં સીમાચિહન સ્થાપિત કરવાની ખાતરી રાખવા માગીએ છીએ. 10,000થી વધુ આપે ઈલેક્ટ્રિક વાહનોની ડિલિવરી યાદગાર સિદ્ધિ છે અને હું 2023માં 20,000થી વધુ ડિલિવરી કરવા ઉત્સુક છું.”