આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા ન્યુ ચાંદખેડા, અમદાવાદ ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ ખાતે ગુરુદેવ શ્રી આશુતોષ મહારાજજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ દિવ્ય જ્યોતિ જાગ્રતિ સંસ્થાન દ્વારા 17મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરી દરમિયાન હીરાધન સિટી સામેના મેદાનમાં, સ્નેહ પ્લાઝા પાસે, આઈ.ઓ.સી.રોડ, ન્યુ ચાંદખેડા, અમદાવાદ ખાતે ભવ્ય શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના બીજા દિવસે કથા વ્યાસ સાધ્વી શ્રેયા ભારતીજીએ રામચરિતમાનસના મહિમા વિશે જણાવ્યું હતું.

સંત સમાજે મધુર ગાયન અને વાદ્યો સાથે કથાને દિવ્ય ભક્તિ રસથી ઓત પ્રોત કરી દીધા. કથાની રજૂઆત મધુર ભજનો અને ચોપાઈઓ સાથે કરવામાં આવી હતી. ભગવાનના દિવ્ય ભજનો અને ભક્તિ સંગીતનો ભક્તોએ ખુબ લાભ લીધો હતો અને ભગવાનના કીર્તનમાં પણ ઝુમી ઉઠ્યા હતા.

કાર્યક્રમમાં વિસ્તારના મહાનુભાવોએ કથાનો લાભ લીધો હતો. મુખ્ય અતિથિ તરીકે શ્રી હનુમાન પ્રસાદ ગુપ્તા (ચેરમેન શ્રી શ્યામ ગ્રુપ ઓફ કંપનીઝ), શ્રી જે. કે. ગુપ્તા જી (સમાજસેવી ), શ્રી હિતેન્દ્રભાઈ પટેલ (સહ પ્રવક્તા, ભાજપ), શ્રી સોમનાથ ગુપ્તા (શ્રી મહારાજા અગ્રસેન સેવા સંસ્થાન), શ્રી રણજીત કુમાર ઝા (પ્રમુખ, મહામના માલવીય મિશન, ગુજરાત), શ્રી અતુલ મિશ્રા (સંયોજક, અન્ય ભાષા સેલ ગુજરાત, ભાજપ) જોડાયા હતા અને પૂજા આરતી નો લાભ લીધો હતો. તેમણે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સામાજિક પ્રોજેક્ટ વિશે જાણ્યું અને તેની પ્રશંસા કરાઈ.

Share This Article