ખેડા જિલ્લામાં નિલ ગાયોની પ્રજાપતિએ હાહાકાર મચાવ્યો છે. રોડ પર અને ખેતરાડુ રસ્તા અને હાઈવે પર નિલ ગાયનો ત્રાસ છે. નડિયાદના સલુણ પાસે નીલ ગાય આડી ઉતરતાં કાર સાથે અથડાઈ અને કારમાં આગ લાગી હતી. કારમાં સવાર લોકો બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. નડિયાદના ડાકોર-નડિયાદ રોડ પર સલુણ ગામ પાસે ળતી સાંજે એક કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન નીલ ગાય રોડ વચ્ચે આવતાં નીલ ગાય કાર સામે અથડાઈ હતી. જેના કારણે આ કારમાં અચાનક લાગી આગ હતી. આગ લાગતાં કારમા સવાર લોકો કારની બહાર નીકળી ગયા હતા. આ અંગેની જાણ નડિયાદ ફાયર વિભાગ કંટ્રોલને થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પહોચેલી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કારમાં લાગેલ ભીષણ આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરાયો હતો. સદનસીબે કારમાં સવાર પરિવાર કારના સીટ બેલ્ટ કાઢી કારની બહાર નીકળી જીવ બચાવ્યો છે. કારમાં સવાર પરિવાર બાલાસિનોરથી ખંભાત જતો હતો તે દરમિયાન ઘટના બની છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more