અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ચેમ્પિયન અરેના ખાતે બી.એન.આઈ. અમદાવાદ અને સિસિલિયન વેન્ચર્સના સહયોગથી 7 જાન્યુઆરી શનિવારના રોજ ‘બી.એન.આઈ બોઝ વિમેન સ્પોર્ટ ડે’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
બી.એન.આઈ બોઝ વિમેન સ્પોર્ટ ડે’ના આયોજનને લઈને વાત કરતા બી.એન.આઈ. અમદાવાદના એઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી યસ વસંતે જણાવ્યું હતું કે, આજે મોટાભાગની વિમેન્સ આંત્રપ્રિન્યોર્સ પોતાની લાઈફ સ્ટાઈલમાં એટલી બધી વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના માટે થોડો સમય પણ કાઢી શકી નથી. અમદાવાદની આવી જ વિમેન આંત્રપ્રિન્યોર્સ માટે ‘બી.એન.આઈ બોઝ વિમેન સ્પોર્ટ ડે’ આયોજન કરવામાં આવ્યું હતું. અમારા માટે આનંદની વાત એ પણ છે કે આ કાર્યક્રમમાં ૨૫૦ જેટલી મહિલાઓએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
શ્રી યસ વસંતે વધુમાં કહ્યું કે, ‘બી.એન.આઈ બોઝ વિમેન સ્પોર્ટ ડે’માં વિમેન્સ આંત્રપ્રિન્યોર્સ માટે બોલિવુડ ડાન્સ વર્કઆઉટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિમેન કેવી રીતે ફીટ રહી શકે તેના કેટલાક સ્ટેપ્સ તેઓને શીખવાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ત્યારબાદ વિમેન્સ આંત્રપ્રિન્યોર્સ માટે અમદાવાદમાં પ્રથમવાર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રાખવામાં આવી હતી. મહિલાઓએ આ ક્રિકેટ બોક્સ ટુર્નામેન્ટનો ખૂબ જ આનંદ પણ લીધો હતો. સાથો સાથ નોસ્ટાલજીક ગેમ્સ અને પિકલ બોલ ગેમ્સ પણ રાખવામાં આવી હતી. નોસ્ટાલજીક ગેમ્સ એટલે કે ટ્રેડિશનલ અને પરંપરાગત ગેમ્સ જે આજકાલ ભુલાતી જઈ રહી છે એ ગેમ અહીં મહિલાઓને રમાડવામાં આવી હતી. એટલું જ નહિ પિકલ બોલ ગેમ્સને મહિલાઓએ ખૂબ એન્જોય કરી હતી એમ શ્રી યસ વસંતે ઉમર્યું હતું.
આ અવસરે ઇવેન્ટ ડિરેક્ટર દિશાંક શાહ, ચેરમેન પ્રણવ કોઠારી, કો-ચેરમેન દિનેશ શીતલાની, ખુશ્બુ મજેઠીયા તેમજ હિરવ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના સ્પોન્સર દીપકલા સિલ્ક હેરિટેજ સિંધુભવન રોડ તેમજ ગીફ્ટિંગ પાર્ટનર લીવ લાઈટ, મેજિકલ ટ્રેન્ડ અને ધ નેચર પેલેટ રહ્યાં હતાં.