ગાંધીનગરમાં વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં આધુનિક સુવિધા સહિતનું રેલ્વે સ્ટેશન આકાર પામી જશે.   

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આ વર્ષના અંત સુધીમાં ગાંધીનગરમાં રુ. 550 કરોડના ખર્ચે તૈયાર થયેલ હોટેલ કમ સ્ટેશન જેવું અત્યાધુનીક રેલવે સ્ટેશન તૈયાર થઈ જશે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આ હોટેલ લીલા પેલેસમાં આગામી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પહેલા 300 જેટલા રુમ તૈયાર કરી દેવામાં આવશે. જેની આગામી જાન્યુઆરી 2019માં વાઇબ્રાન્ટ ગુજરાત બાદ ઉજવણી કરવામાં આવનાર છે.

ગુરવારે મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં પ્રોજેક્ટમાં થયેલ કામગીરી અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક મળી હતી. જેમાં બિલ્ડિંગની ડીઝાઇનમાં થોડો ફેરફાર કરવાાં આવ્યો છે. તેથી પહેલા જાહેર કરવામાં આવેલ ડીઝાઇન અને હવે જે હોટેલ કમ રેલવે સ્ટેશન બનશે બંનેની ડીઝાઇનમાં ફેરફાર જોવા મળશે.

ખૂબ જ ટૂંકાગાળામાં આખી ભવ્ય ઇમારત ઉભી કરવાની હોય ગાંધીનગર રેલવે એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા દરેક ફ્લોર અથવા તો સ્લેબ ફક્ત 4-5 દિવસ દરમિયાન બંધાઈ જાય તેવી ઇનોવેટિવ ટેક્નોલોજી ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવ છે. આ ફાઇવ સ્ટાર હોટેલના દરેક રુમ અંદાજે 40 સ્ક્વેર મીટરના હશે. જ્યાર પરંપરાગત હોટેલોમાં આ રુમ ફક્ત 32 સ્ક્વેર મીટરના હોય છે. આ ઉપરાંત હોટેલમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, બેન્ક્વેટ હોલ અને કન્વેન્શન સેન્ટર પણ બનાવાશે.

Share This Article