દેશમાં ચાલી રહેલા ખાનગીકરણ અને વિલીનીકરણ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે દેશની ચાર સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને LICમાં વિલય થઈ શકે છે. જેમાં નેશનલ ઈન્સ્યોરન્સ, ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ, ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે. વ્યાપાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે તેને વીમા નિયમનકારી અને વિકાસ સત્તાધિકાર એક્ટ ૧૯૯૯ અને ઈન્સ્યોરન્સ એક્ટ ૧૯૩૮ હેઠળ સુધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
સૂચિત સુધારાઓ જણાવે છે કે દેશમાં જીવન અને બિન-જીવન વીમા પૉલિસીઓ વેચવા માટે માત્ર એક જ માન્ય કંપની હોવી જોઈએ, જે વીમા નિયમનકારને જરૂરી લઘુત્તમ મૂડી નિર્ધારિત કરીને વૈધાનિક મર્યાદાને દૂર કરવામાં મદદ કરશે. એવી પણ માહિતી આપવામાં આવી છે કે અન્ય કૃષિ વીમા કંપનીને તેની સાથે મર્જ કરવામાં આવી શકે છે.
હકીકતમાં, આ વિષય પર માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી ર્નિમલા સીતારમણે અગાઉ જાહેરાત કરી હતી કે વ્યૂહાત્મક ક્ષેત્રોના કિસ્સામાં માત્ર ચાર કંપનીઓ જ સરકાર હોઈ શકે છે. એટલે કે, આ રીતે સરકાર તેની ચાર નોન-લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓને LIC સાથે મર્જ કરી શકે છે. બીજી તરફ આ કંપનીઓના કર્મચારીઓ પણ માંગ કરી રહ્યા છે કે આ કંપનીઓને એલઆઈસીમાં મર્જ કરવામાં આવે. બીજી તરફ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખાનગી ક્ષેત્રના લોકોને LICમાં ચેરમેન બનવાની તક મળશે.
ઉલ્લેખનીય છે કે, ૬૬ વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે LICનું નિયંત્રણ ખાનગી ચેરમેનના હાથમાં ગયું હોય. અત્યાર સુધીના નિયમ મુજબ કંપનીના એમડીને જ તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે.