કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને ભાજપ નેતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દેશમાં હવે ઉચ્ચ શિક્ષાના પુસ્તકો ૧૨ ભારતીય ભાષાઓની સાથે સાથે જનજાતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.તેમના જણાવ્યા અનુસાર વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (યુજીસી) આ પુસ્તકોનું અનુવાદ જનજાતીય ભાષાઓમાં કરાવવામાં આવશે.કેન્દ્રીય શિક્ષા મંત્રી અનુસાર એનસીઇઆરટી પહેલા જ સ્કુલી શિક્ષા અને એન્જીનિયરિંગના પ્રથમ વર્ષના પુસ્તકો જનજાતિય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યું છે. કેન્દ્રીય શિક્ષા મંત્રીનું કહેવુ છે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ (એનઇપી) સ્થાનિક ભાષાઓમાં શિક્ષાને પ્રોત્સાહન આપે છે.રાષ્ટ્રીય શિક્ષા નીતિની આ પહેલનો લાભ આદિવાસી સમુદાયને પણ મળશે. તેમણે કહ્યું કે એનસીઇઆરટી સ્કુલમાં વિવિધ સ્તર પર અભ્યાસ કરાવનારા પુસ્તકોને જનજાતિય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા પર કામ કરી રહ્યો છે. આ ઉપરાંત અલગ જનજાતીય વિશ્વ વિદ્યાલય પણ શરૂ કરવામાં આવી છે. જયારે યુજીસીએ ઇટરનેશનલ બુક પબ્લિશર્સની સાથે ગ્રેજુએશનની પાઠયપુસ્તકોને ભારતીય ભાષાઓમાં લાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી.યુજીસીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રકાશનોએ આ રાષ્ટ્રીય મિશનમાં ભાગીદાર બનવાની ઇચ્છા વ્યકત કરી છે.યુજીસીના અધ્યક્ષે આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રકાશકોની સાથે વાતચીકતમાં પુછયું કે શું તે ભારતીય ભાષાઓમાં સ્નાતક અંગ્રેજી પાઠ્યપુસ્તકો લાવી શકે છે.વિલી ઇન્ડિયા સ્પ્રિગર નેચર ટેલર એન્ડ ફ્રાંસિસ કેબ્રિજ યુનિવર્સિટી પ્રેસ ઇન્ડિયા સેંગેજ ઇન્ડિયા અને મૈકગ્રા હિલ ઇડિયાના પ્રતિનિધિઓએ વાતચીતમાં ભાગ લીધો. યુજીસીના અધ્યક્ષ એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે પ્રકાશકોથી ચર્ચા દરમિયાન દેશભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં અંડરગ્રેજુએટ કાર્યક્રમો માટે તેલુગુ તમિલ કન્નડ મલયાલય મરાઠી ગુજરાતી ઓરિસ્સા બંગાળી અસમિયા પંજાબી હિન્દી અને ઉર્દૂ જેવી ભારતીય ભાષાઓમાં પાઠયપુસ્તકોના અનુવાદ પર ભાર મુકયો છે. યુજીસીના અધ્યક્ષે આગળ કહ્યું કે યુજીસી પ્રકાશકોને પાઠયપુસ્તકો અનુવાદ ઉપકરણો અને સંપાદન માટે વિશેષજ્ઞોની ઓળખના સંબંધમાં સહાયતા પ્રદાન કરશે.તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે યુજીસીએ એક રોડ મેપ તૈયાર કરવા અને બીએ બીકોમ અને બીએસસી જેવા ગ્રેજયુએશન કાર્યક્રમોમાં ઉપયોગની જાણકારી ભારતીય ભાષાઓમાં પાઠયપુસ્તકોને લાવવાની દિશામાં કામ કરવા માટે એક વરિષ્ઠ સમિતિની રચના કરી છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કરશે, 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભાગ લેશે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 3 થી 5 એપ્રિલ, 2025 દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાનારા સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ...
Read more