કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી રાજા પટૈરિયાએ પીએમ મોદીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. એક સભાને સંબોધન કરતા રાજા પટૈરિયાએ કહ્યું કે, પીએમ મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો. તેમનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાજા પટૈરિયાએ કહ્યું કે, મોદી જાતિ, ધર્મ અને ભાષાના આધાર પર લોકોના ભાગલા પાડે છે. દલિતો, આદિવાસી અને અલ્પસંખ્યકોના ભાવી જીનવ ખતરામાં છે. સંવિધાન બચાવવું હોય તો, મોદીની હત્યા કરવા માટે તૈયાર રહેજો. આ મામલામાં એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ રાજા પટૈરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવાના નિર્દેશ આપી દીધા છે.
પ્રધાનમંત્રી મોદીને લઈને આપેલા વિવાદીત નિવેદન પર ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ FIR કરવાના નિર્દેશ આપી દીધા છે. કહ્યું કે, પટૈરિયાનું આ નિવેદન મેં સાંભળ્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નહીં, આ ઈટલીની કોંગ્રેસ છે અને ઈટલીની માનસિકતા મુસોલિનીની છે. આપને જણાવી દઈએ કે, રાજા પટેરિયા કોંગ્રેસના સીનિયર નેતા છે. પટેરિયા ૧૯૯૮થી ૨૦૦૩ સુધી દિગ્વિજય સિંહની કોંગ્રેસ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી પણ રહી ચુક્યા છે.