સિરામિક અને સંલગ્ન પ્રોડક્ટ સેગમેન્ટમાં વિશેષતા ધરાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા સોમાણી સિરામિક્સ લિમિટેડ જ્યારે ડિઝાઇન અને ઇનોવેશનની વાત આવે ત્યારે હંમેશા અગ્રેસર રહ્યું છે. ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર અને સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવવા સાથે કંપનીએ ગુજરાતના અમદાવાદમાં ન્યુ સોમાણી એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. આ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન સોમાણી સિરામિક્સ લિમિટેડના એમડી અને સીઇઓ અભિષેક સોમાણીએ કર્યું હતું.
આ એક્સપિરિયન્સ સેન્ટર 15000થી વધુ ચોરસફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે ગ્રાહકો સમક્ષ ફ્લોર ટાઇલ્સ, પોલિશ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ, ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ સહિતની વિવિધ કેટેગરીમાં વોલ અને ફ્લોર ટાઇલ્સનો વિશાળ પોર્ટફોલિયો રજૂ કરે છે.
આ એક્સપિરિયન્સ સેન્ટરમાં બાથવેર, ડ્યુરાગ્રેસ (જીવીટી) અને સિરામિક ટાઇલ્સ માટે અલગ સમર્પિત ફ્લોર છે. આ અનોખા અને વિશિષ્ટ એક્સપિરિયન્સ સાથે ગ્રાહકો અત્યાધુનિક અને વિશાળ પોર્ટફોલિયો સાથે જોડાશે.
આ ભવ્ય લોંચ પ્રસંગે સોમાણી સિરામિક્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ અભિષેક સોમાણીએ જણાવ્યું હતું કે, અમે અમદાવાદમાં ભવ્ય અને વિશિષ્ટ સોમાણી એક્સપિરિયન્સ સેન્ટરના લોંચ સાથે વધુ એક મજબૂત કદમ ભરી રહ્યાં છીએ. કંપની બીજા ક્ષેત્રોમાં બિઝનેસ વિસ્તારી રહી છે ત્યારે અમદાવાદમાં એક્સપિરિયન્સ સેન્ટર હોવું ખૂબજ મહત્વપૂર્ણ છે. તેનાથી અમે ઇન્ફ્લ્યુઅન્સર્સ અને ગ્રાહકો સમક્ષ અમારી તમામ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવા માટે સક્ષમ બનીશું. ઇન્ડસ્ટ્રી લીડર તરીકે સોમાણી ગ્રાહકો સુધી પહોંચવા માટે નવા અને ઇનોવેટિવ માધ્યમો તરફ નજર દોડાવી રહ્યું છે તેમજ આ ગેલેરી ગ્રાહકોના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરશે.
ગુજરાતમાં સોમાણી નોંધપાત્ર ઉપસ્થિતિ ધરાવે છે. તેમાં 200 જેટલાં મેઇન ડીલર્સ અને 300 સબ-ડીલર્સ સામેલ છે, જે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉપસ્થિતિ ધરાવે છે. તેમના દ્વારા બ્રાન્ડે ગ્રાહકોના હ્રદયમાં પહેલેથી જ મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે.
અમદાવાદમાં સૌથી મોટા એક્સપિરિયન્સ સેન્ટરના લોંચથી ગ્રાહકોને તેમના રહેણાંક અને વાણિજ્યિક જગ્યામાં રોકાણ કરતાં પહેલાં પ્રોડક્ટ્સનો અનુભવ કરવા સ્ટોરની મુલાકાત લેવા પ્રોત્સાહન મળશે.