FIFA વર્લ્ડ કપ-૨૦૨૨ની ક્વાર્ટર ફાઈનલ મેચ બાદ સુપરસ્ટાર ખેલાડી રોનાલ્ડો ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને રડી પડ્યો હતો. મોરોક્કોએ પોર્ટુગલનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું અને આ ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હાર બાદ અનુભવી ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડતો રડતો મેદાનમાંથી બહાર આવ્યો હતો. પોતાના ફેવરિટ પ્લેયરને આ રીતે બધાની સામે રડતા જોઈને ચાહકોના દિલ પણ તૂટ્યા હતા. મોરોક્કોએ આ ક્વાર્ટર ફાઇનલ મેચ ૧-૦થી જીતી લીધી હતી. મોરોક્કો સામેની જીત સાથે, રોનાલ્ડોની મોટી ટ્રોફી ઉપાડવાની તમામ આશાઓ સમાપ્ત થઈ ગઈ.
જો કે ‘CR7’ તરીકે પ્રખ્યાત રોનાલ્ડોએ નિવૃત્તિનો કોઈ સંકેત આપ્યો નથી, પરંતુ પોર્ટુગીઝ સુપરસ્ટાર માટે કતાર વર્લ્ડ કપ છેલ્લો વર્લ્ડ કપ બની શકે તેવી પ્રબળ સંભાવના છે. રોનાલ્ડોને રડતો જોઈ દુનિયાભરના ફૂટબોલ ફેંસ ભાવુક થઈ ગયા હતા. રોનાલ્ડોનો ફોટો શેર કરીને ક્રિકેટર યુવરાજ સિંહે પણ લખ્યું હતું કે આ દિલ તોડનારી ઘટના છે. પોર્ટુગલે ફિફા વર્લ્ડ ટ્રોફી ઉપાડવાના ઉદ્દેશ્ય સાથે આ વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો દ્વારા તેનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું. આ હાર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આંખોમાં આંસુ આવી ગયા. મોરોક્કોએ ૧-૦થી જીત મેળવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલો આફ્રિકન દેશ છે જેણે ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં જગ્યા બનાવી છે. કતારમાં રમાઈ રહેલા FIFA વર્લ્ડ કપમાં વધુ એક ઉલટફેર કરીને મોરોક્કન ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ટીમે શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને હરાવીને આ કારનામું કર્યું હતું. મોરક્કોએ ૧-૦થી જીત સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે. કતાર ફિફા વર્લ્ડ કપમાં એક પછી એક મોટા ઉલટફેર થયા બાદ મોરોક્કોની ટીમ પોર્ટુગલને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું છે. કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિનાની ટીમ સામે મોરોક્કોએ આક્રમકતા દેખાડી હતી. પ્રથમ હાફના અંત પહેલાં મોરોક્કોને તક મળી અને એન નેસરીએ ૪૨મી મિનિટે હેડર ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. મેચના બીજા હાફમાં પોર્ટુગલનો સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર આવ્યો ત્યારે ચાહકોની અપેક્ષાઓ વધી ગઈ હતી. તેણે મોરોક્કો સામે ૫૧મી મિનિટે રાફેલ ગુરેરોએ રિપ્લેસ કર્યો હતો.