હાઈવે પર મુસાફરી કરી રહેલા યાત્રીઓ માટે ખુશખબર આવી રહી છે. સરકારે ટોલ ટેક્સને લઈને ટૂંક સમયમાં નવા નિયમ લાવી શકે છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૪ પહેલા દેશમાં ૨૬ ગ્રીન એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે અને ભારત રોડ મામલે અમેરિકાની બરાબર થઈ જશે. આ હાઈવે માર્ગ મુસાફરોને સફર કરવામાં સરળતા જ નહીં, ટોલ ટેક્સના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીએ એવું પણ કહ્યું કે, આવનારા દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે નવી ટેકનિક લોન્ચ થઈ શકે છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, ટોલ વસૂલવા માટે બે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. પહેલો વિકલ્પ એ છે કે, કારમાં જીપીએસ સિસ્ટમ લગાવાની છે, જ્યારે બીજો વિકલ્પ આધુનિક નંબર પ્લેટ સાથે જોડાયેલ છે. તેનાથી કાર ચલાવતા લોકોને મોટી સુવિધા મળશે. હવે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભારતની ટોલ સિસ્ટમ બદલવા માટે ઘણા વિકલ્પો શોધી રહ્યા છે અને આ બધી સિસ્ટમમાં જીપીએસ ટોલ સિસ્ટમ અને નવી નંબર પ્લેટ સિસ્ટમ લાગુ કરવાની વાત ચાલી રહી છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, હાલમાં અમારી પાસે ટોલ વસૂલવાની સિસ્ટમ છે, પરંતુ અમે બે વિકલ્પો પર કામ કરી રહ્યા છીએ. જેમાં વિકલ્પ એ છે કે સેટેલાઇટ આધારિત ટોલ-સિસ્ટમ જેમાં કારમાં જીપીએસ લગાવવામાં આવશે અને તેમાંથી ટોલ કપાશે. હવે નવા પ્રકારની નંબર પ્લેટ બનાવવાની ટેક્નોલોજી પર કામ શરૂ થઈ ગયું છે. હવે ઉત્પાદકે આ નંબર પ્લેટ લગાવવી ફરજિયાત રહેશે. તમામ જૂની નંબર પ્લેટોને નવી નંબર પ્લેટથી બદલવામાં આવશે, જેમાં નંબર પ્લેટમાં ઓટો ફીટ જીપીએસ સિસ્ટમ હશે. નવી નંબર પ્લેટ સાથે એક સોફ્ટવેર જોડવામાં આવશે, જેમાંથી ટોલ આપોઆપ કપાશે. આનાથી લાંબી લાઈનોમાંથી છૂટકારો મળશે અને સાથે જ તમારે કામની મુસાફરી માટે ઓછા પૈસા ચૂકવવા પડશે. તેનાથી ઉલ્ટા આજના સમયમાં ટૂંકા અંતરના રસ્તાના ઉપયોગ પર વધુ ટોલ ચૂકવવો પડે છે.