આંધ્ર પ્રદેશના રાજમહેન્દ્રવરમના સબ ડિવિઝન કલેકટર સાંઇકાંત વર્માએ પેટ્રોલ પંપના માલિકોને હુકમ કર્યો છે કે જે ટુ વ્હિલર ધારકે હેલમેટ પહેર્યું ન હોય તેમને પેટ્રોલ આપવું નહીં.
ટૂંકમાં તે વિસ્તારમાં ‘નો હેલમેટ નો પેટ્રોલ’ નીતિનો પુરેપુરો અમલ કરવો. તેમણે પત્રકારોને કહ્યું કે જે બાઇક ધારકે હેલમેટ ન પહેર્યું હોય તેને પેટ્રોલ આપનાર પંપ સામે કડક પગલા લેવામાં આવશે. આ પહેલાં તેમણે રોડ ટ્રાન્સપોર્ટના અધિકારીઓ, રેવન્યુ, ટ્રાફિક પોલીસ અને પેટ્રોલ પંપના માલિકો સાથે બેઠક યોજી હતી.
ત્યારબાદ તેમણે આ જાહેરાત કરી હતી. વર્માએ બેઠકમાં હાજર અધિકારીઓને પણ પેટ્રોલ પંપ પર અચાનક ચેકીંગ કરવા અને નિયમનો અમલ નહીં કરનારા પંપ માલીકો સામે પગલાં ભરવા તેમજ તેનો અહેવાલ પોતાને મોકલવા કડક સૂચના આપી છે.