ગઢ વિમળા વિદ્યાલયના ૩૫ છાત્રોએ ઇન્ટર D.L.S.S. લીગ સ્પર્ધામાં જીત્યા ૩૪ મેડલો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નડિયાદના સ્પોટર્સ કોમ્પલેક્ષમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની ડીએલએસએસ શાળાઓની ઇન્ટર ડીએલએસએસ લીગ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પાલનપુર તાલુકાના ગઢ ગામની વિમળા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઇન્ટર ડીએલએસએસ લીગ સ્પર્ધામાં ૩૪ મેડલો જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નડિયાદના સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્ષ ખાતે તા.૨ થી ૪ ડિસેમ્બર દરમિયાન ગુજરાતની વિવિધ જિલ્લાઓની ડી.એલ.એસ.એસ. શાળાઓએ ઇન્ટર ડી.એલ.એસ.એસ. લીગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં ગઢ વિમળા વિદ્યાલયની ડી.એલ.એસ.એસ. સ્કૂલમાં અભ્યાસ કરતાં ૩૫ ખેલાડીઓએ અલગ અલગ રમતો જેવી કે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, લંગડી ફાળ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક જેવી વિવિધ રમતોમાં ભાગ લઇ ૧૯ ગોલ્ડ મેડલ, ૫ સિલ્વર મેડલ, ૧૦ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૩૪ મેડલો મેળવ્યા હતા. જેમાં શૈલેષ બારીયા બેસ્ટ એથ્લેટ્‌સ સ્પર્ધાનો એવોર્ડ મેળવ્યો હતો. તેમજ ચેમ્પિયન ડીએલએસએસનો એવોર્ડ વિમળા વિદ્યાલયના ખેલાડીઓએ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઢ તેમજ બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. જ્યાં વિમળા વિદ્યાલયના કેમ્પસ ડાયરેકટર ડો.હસમુખ મોદીએ તમામ વિજેતા ખેલાડીઓ તેમજ કોચ વિપુલભાઈ ચૌધરી અને ટ્રેનર સંદીપ ઠાકોરને મળી તેઓની સિદ્ધિને બિરદાવી હતી.

Share This Article