સુરતના કતારગામ વિસ્તારમાંથી હચમચાવી દેતી તેવી ઘટના સામે આવી છે. સવારે સાત વર્ષે બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ રાત્રીએ તે જ બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. બિલ્ડિંગમાં રહેતા પાડોશી ના ઘરમાંથી બાળકીની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. બાળકીનો બળાત્કાર બાદ હત્યા કરી હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. ઘર માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. આ ઘટનાના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વાળીનાથ ચોક પાસેની તિરુપતિ સોસાયટીના એક ઘરમાંથી સાત વર્ષીય બાળકીની હત્યા કરાઈ હોવાની હાલતમાં લાશ મળી આવી છે. બંધ ઘરની અંદર ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા કરાઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતા સ્થાનિક ચોક બજાર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ ઓરિસ્સાની વતની સાત વર્ષીય બાળકી સવારથી જ લાપતા હતી. પરિવાર દ્વારા બાળકી ગુમ થયા અંગેની ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી. સાત વર્ષની બાળકી ઘર પાસેથી ગાયબ થઈ જતા પોલીસ પણ ઘટનાને ગંભીરતાને ધ્યાને રાખી શોધખોળમાં લાગી હતી. સમગ્ર દિવસ દરમિયાન પોલીસ બાળકીના ફોટા સાથે રાખી તેને શોધવાના પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન રાત્રે તે જ બાળકીનું મૃતદેહ તેની જ બિલ્ડીંગ માંથી મળી આવ્યો હતો. કતારગામ વિસ્તારમાં આવેલ વાડીનાથ ચોક પાસે તિરૂપતિ બિલ્ડીંગ પાસેથી બાળકી ગુમ થઈ હતી. ત્યારે પોલીસ સમગ્ર વિસ્તારમાં બાળકીને શોધતી રહી અને બાળકી તેના પાડોશીના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવી. બાળકીની હાલત જોતા તેને ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું હાલ અનુમાન સેવાય રહ્યું છે. સવારથી જ ગુમ બાળકી રાત્રે તેના જ બિલ્ડીંગના એક બંધ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડતો થઈ ગયો હતો અને તપાસમાં જોતરાયો હતો. પોલીસ બાળકીને શોધી રહી હતી આ દરમિયાન તિરૂપતિ સોસાયટીના જ બંધ ઘરમાં તપાસ કરતા તે ઘરમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી દેવાની હોવાની આશંકા સેવાય રહી છે. જોકે પોલીસ બળાત્કાર બાદ હત્યા કરી હોવાનું ચોક્કસ કારણ આપવા તૈયાર નથી.
બાળકીનું ફોરેન્સિક ટેસ્ટ થયા બાદ તેની પર રેપ થયો છે કે નહિ તેનું ચોક્કસ કારણ કહી શકાશે. કતારગામ વિસ્તારમાં આવેલ તિરૂપતિ સોસાયટીના બંધ ઘરમાંથી બાળકીની લાશ મળી આવી છે તે ઘરનો માલિક ફરાર થઈ ગયો છે. પાડોશીના ઘરમાંથી જ બાળકીનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. ઘર માલિક મૂળ મહેસાણાનો વતની નિલેશ નામનો ૪૦ થી ૪૫ વર્ષીય પાડોશી મૃત બાળકીને ઘરમાં બંધ કરી ફરાર થઈ ગયો છે. પોલીસે તેને સંપર્ક કરવાનો જુદી જુદી રીતે પ્રયાસ કર્યો પરંતુ તેનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. તેને લઈ હાલ પોલીસ પાડોશમાં રહેતા નિલેશને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.